રાજ્યભરમાં નકલી અધિકારીઓ પકડાઇ રહ્યા છે ત્યારે તેનો ચેપ ગાંધીભૂમિ પોરબંદરને પણ લાગ્યો હોય તેમ ચોપાટી પર આર્મીના યુનિફોર્મમાં એક શખ્શ આંટાફેરા કરી રહ્યો હતો જે આર્મીમેન નહી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા તેની વિધ્ધ એસ.ઓ.જી.એ ગુન્હો દાખલ કર્યો છે અને તેના ફેસબુક એકાઉન્ટમાં પણ ઇન્ડીયન આર્મીનો યુનિફોર્મ પહેરેલ હોય તેવા ફોટા અપલોડ કર્યા હોવાનું ખુલવાથી પોલીસે ઉંડાણથી તપાસ હાથ ધરી છે.
પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર પી.ડી. જાદવ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તેઓ તથા તેમની ટીમના સભ્યો ઇન્સ્પેકટર કે.એમ. પ્રિયદર્શીની સુચના મુજબ ચોપાટી તથા શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી માહિતી મળી હતી કે ચોપાટી પર એક ઇસમ ઇન્ડીયન આર્મીના ગણવેશનું પેન્ટ અને ગરમ જેકેટ પહેરીને આંટાફેરા કરી રહ્યો છે. પરંતુ તે શખ્શ આર્મી જવાન લાગતો નથી તેથી પોલીસ તાત્કાલિક બાતમી મળી હતી તે સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતા એક ઇસમ આર્મીના યુનિફોર્મમાં જોવા મળ્યો હતો. તેની પાસે આર્મી જવાન છે તે અંગેનું આઇ-કાર્ડ જોવા માંગતા તેણે એવું જણાવ્યુ હતુકે ‘હાલ મારી પાસે નથી, મારા ઘરે રાખેલ છે.’જેથી તેના ઉપર શંકા જતા અટકાયત કરીને એસ.ઓ.જી. ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની પોલીસ પધ્ધતિ પ્રમાણે પૂછપરછ કરવામાં આવતા પોતે આર્મી જવાન નહી હોવાનું જણાવ્યુ હતુ.
એસ.ઓ.જી.ની ટીમે પૂછપરછ કરતા તે ધોરણ -૧૦ પાસ છે અને મૂળ કુતિયાણાના સેગરસ ગામે તથા હાલ રાજકોટના સાપર વેરાવળમાં લોધિકા રોડ પર આનંદ સોસાયટી ખાતે ભાડાના મકાનમાં રહેતો સંજય ચના ડોડીયા (ઉ.વ.૩૦) હોવાનું જણાવ્યુ હતુ તેથી પોલીસે પંચને બોલાવીને આગળ પૂછપરછ હાથ ધરતા તે ભારત સરકારની આર્મીની સેવામાં નહી હોવા છતાં અને પોતે સૈનિક નહી હોવા છતાં તે સૈનિક હોય તેવું માનવામાં આવે તેવા ઇરાદાથી વર્દી પહેરી હતી.
પોલીસે સંજય ચના ડોડીયાની ઝડતી કરતા તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેમાં વોલપેપર પર ઇન્ડીયન આર્મીના જવાનનું ઇન્ડીયન આર્મી યુનિફોર્મની મંકીકેપથી ઢંકાયેલ ફોટોગ્રાફ મૂકેલ હતો તથા વોટસએપ સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ના પ્રોફાઇલમાં પણ પોતે આર્મી યુનિફોર્મ પહેરેલા ફોટા મુકેલા મળી આવ્યા હતા.
પોલીસે તેનું ફેસબુક આઇ.ડી. તપાસતા ડોડીયા સંજય ચનાભાઇ નામનુ એકાઉન્ટ બનાવેલ હતુ જેમાં પણ પ્રોફાઇલમાં પોતે આર્મી યુનિફોર્મ પહેરેલ હોય તેવો ફોટો મુકેલ હતો અને તેની ડિટેઇલ્સ જોતા ‘લીવ્સ ઇન પુના -મહારાષ્ટ્ર’ની ખોટી વિગત ભરેલી હતી તથા ફેસબુક એકાઉન્ટમાં પણ ઇન્ડીયન આર્મીના ફલેગ લોગો તથા યુનિફોર્મ ધારણ કરેલ ફોટા અપલોડ કર્યા હોવાથી તેના સ્ક્રીનશોટની પ્રિન્ટ કાઢીને ૧૦ હજારનો મોબાઇલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ચોપાટી પરથી પકડાયેલ આ શખ્શની પીઠ પાછળ સ્કાયબેગ્સ લખેલ મહેંદી તથા કાળા કલરની બેગ ચેક કરતા અંગ્રેજીમાં ઇન્ડીયન એરફોર્સ તથા હિન્દીમાં ભારતીય વાયુ સેના લખેલ મંકી કેપ તથા ઇન્ડીયન આર્મી ક્રોસ તલવારના લોગોવાળા કાપડમાંથી બનાવેલ ઇન્ડીયન આર્મીનો શર્ટ જેની નેમ પ્લેટ જોતા ડોડીયા એ.એસ.સી.ના નામથી વેલ્ક્રોથી ચોટાડેલ છે. તથા ઇન્ડીયન આર્મીના કમાન્ડો પહેરે તેવા કેમોફલાઇઝ સ્કાફ જેના ઉપર કમાન્ડો લખેલ છે જે તમામ વસ્તુ જેમનીતેમ બેગમાં રાખીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ ઇસમે આર્મી જવાનના નામે કયાંય કોઇ ગેરરીતિ કરી નથી ને ? તે અંગે તપાસ હાથ ધરવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech