લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અન્વયે સમગ્ર સંસદીય વિસ્તારમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
‘મતદાન અચૂક કરો', ‘મતદાન મેરા અધિકાર', 'વોટ ફોર નેશન', 'ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ', 'આઈ એમ રેડી ટૂ વોટ' જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને અવનવી મહેંદીની ભાતમાં મૂકાવીને મહિલાઓ દ્વારા અનોખી રીતે મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.
જિલ્લાનાં નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવા શુભ હેતુસર ધોરાજી, જેતપુર, આટકોટ, વાંકાનેર, પડધરી, શાપર, કોલકી, પારડી સહિતના વિસ્તારમાં આંગણવાડી વિવિધ સંસ્થાઓ કોમ્યુનિટી હોલ વગેરે ખાતે હાથમા મહેંદી મૂકીને મતદાન જાગૃતિ કરવામાં આવી હતી અને મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાન કરવાના શપથ લીધાં હતાં. સાથે જ પ્રતાપપુર ખાતે શાળાના વિદ્યાર્થીઓએ રેલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો, તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના અત્યંત જર્જરિત અને ભયજનક ગણાતા ૧૪૦૪ આવાસનો વપરાશ બંધ કરવા મહાનગરપાલિકાની તાકીદ
May 17, 2024 10:31 AMજો તમે ઇન્ટરનેટને ડૉક્ટર માનો છો, તો તમે પણ બન્યા છો ઇડિયટ સિન્ડ્રોમના શિકાર...
May 17, 2024 10:29 AMરિલાયન્સ રિટેલ અને અસોસ પાર્ટનર ભારતમાં અસોસની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે
May 17, 2024 10:23 AMગર્ભાવસ્થા દરમિયાન હાઈપરટેન્શનને કાબુમાં રાખવું જરૂરી, જાણો તેના ઉપાયો
May 17, 2024 10:04 AMશા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે?
May 17, 2024 09:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech