જામનગરમાં સરકારી યોજનાઓના વિનામૂલ્યે સેવાકીય કાર્યોની નવી સંસ્થા કાનાની કચેરીનો આવતી 17મી માર્ચે શુભારંભ.....
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં સ્વ.મેરામણભાઇ ભીખાભાઈ બૈડીયાવદરા મેમોરિયલ ટ્રસ્ટના કાનાભાઈ બૈડિયાવદરા અને તેની ટીમ દ્વારા સરકારની કોઈપણ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને વિનામૂલ્ય સેવા મળી રહે તે માટે આગામી 17 માર્ચ અને રવિવારના રોજ "કાનાની કચેરી" સંસ્થાનો ભવ્ય શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આ સેવાઓમાં પુરવઠા ખાતુ, પીજીવીસીએલ કચેરી, મામલતદાર કચેરી, સમાજ કલ્યાણ કચેરી, વર્ક લાઇસન્સ, આરટીઓ અને જામનગર મહાનગરપાલિકા સહિતની સેવાઓનો સમાવેશ થાય છે.
આજના સમયમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અનેક જરૂરિયાતમંદ અને સેવાઓનો લાભ કઈ રીતે લઈ શકાય તેની પૂરતી માહિતી ન હોય તેવા લોકો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ભારે હેરાન પરેશાન થતા હોય છે. સરકારી કચેરીઓ ખાતે પણ અનેક વખત ધક્કા ખાવા પડતા હોય છે. તેમજ અનેક ઠગ એજન્ટોનો ભોગ બની આર્થિક રીતે પણ નુકસાન મેળવી પારાવાર મુશ્કેલીઓ ભોગવી પડતી હોય છે. એવા સમયે જામનગરમાં સેવાભાવી સંસ્થા દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છતા લોકોની મદદ અને વ્હારે આવી છે કાનાની કચેરી. તમામ લોકોને સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા માટે કાનાની કચેરી સંસ્થાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, જ્યાં તમામ સરકારી યોજનાઓની સેવાઓ લોકોને વિનામૂલ્યે મળી રહેશે.
જામનગર ખાતે સ્વ.મેરામણભાઇ ભીખાભાઈ બૈડીયાવદરા મેમોરિયલ ટ્રસ્ટના કાનાભાઈ બૈડિયાવદરા દ્વારા આગામી 17મી માર્ચ રવિવારે શરૂ કરવામાં આવનાર કાનાની કચેરીમાં વિવિધ સરકારી યોજનાઓમાં જેમાં પુરવઠા ખાતામાં સમાવેશ થતું કામ નવરાશનકાર્ડ મેળવવા, રાશનકાર્ડ અલગ કરાવવા રાશનકાર્ડના નામ ઉમેરવા તેમજ રાશન કાર્ડમાંથી નામ કમી કરવાની સેવા મળશે. જ્યારે પીજીવીસીએલ કચેરીમાં નવા મીટરની અરજી તેમજ મીટરમાં નામ ફેરવવા, લોડ વધારવા, ટેસ્ટ રિપોર્ટ કરવા, મીટર સેટીંગ કરવા સહિતની સેવાઓનો લાભ મળશે.
સરકારી યોજનાઓની સેવાઓમાં મામલતદાર કચેરીમાં આવકનો દાખલો કઢાવવા, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, ડોમીસાઈલ સર્ટિફિકેટ, વૃદ્ધ પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના, વિધવા સહાય અને વારસાઈ આંબો સહિતની સેવાઓ મળશે. જ્યારે સમાજ કલ્યાણ કચેરીમાં જાતિનો દાખલો, કુંવરબાઈનું મામેરુ અને સાત ફેરા યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત વર્ક લાયસન્સમાં ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર લાયસન્સ, ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર લાઇસન્સ અને ફૂડ લાઇસન્સની સેવાનો લાભ મળશે. જ્યારે આરટીઓ કચેરીના નવા ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઇસન્સ રીન્યુ કરવા તેમજ ડુપ્લીકેટ આર.સી. બુક અને વાહન માલિક નામ ટ્રાન્સફર સહિતની સેવાઓનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech