શહેરના મોરબી રોડથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે એલસીબી ઝોન–૧ ની ટીમે દા ભરેલી ઇકો કાર ઝડપી લીધી હતી.પોલીસે કારમાંથી ૭૨ બોટલ દા સાથે કુવાડવા રોડ પર રહેતા શખસને ઝડપી લીધો હતો.જયારે અન્ય દરોડામાં કુવાડવા રોડ પોલીસે મઘરવાડા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી .૭૬,૮૨૦ નો દાનો જથ્થો ઝડપી લીધો હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ઝોન–૧ સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મોરબી રોડથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ ગોકુલ રસના કારખાના સામે રોડ પર ઇકો લઇ જઇ રહેલા એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ સાગર નિલેશભાઈ ખેર (ઉ.વ ૨૮ રહે.રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, નાગબાઈ પાનવાળી શેરી, ડી માર્ટ પાછળ કુવાડવા રોડ, રાજકોટ) હોવાનું માલુમ પડું હતું. પોલીસે આ શખસની ઇકો કારની તલાશી લેતા તેમાંથી .૫૩,૨૬૦૮ ની કિંમતનો ૭૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૨,૫૩,૨૦૮ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.દારૂના અન્ય દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કુવાડવા ગામથી મઘરવાડા રોડ તરફ પાણીના ટાંકા પાસે સફેદ કલરની માતિ સુઝુકી સ્વીટ ડિઝાયર કાર બિનવારસી હાલતમાં પડી હોય પોલીસે આ કારમાં તપાસ કરતા તેમાંથી પિયા ૭૬,૮૨૦ ની કિંમત દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૩,૨૬,૮૨૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech