પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા શહેરમાં યુવાધન નસાના રવાડે ન ચડે તે માટે માદક પદાર્થોના વેચાણ અને સેવનને અટકાવવા માટે તે નો શે ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પીઆઈ એસ.એમ. જાડેજા, એન.વી. હરિયાણીની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.બી.ધાસુરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન એએસઆઇ રાજેશભાઈ બાળા, હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જંકશન પ્લોટ શેરી નંબર 15 ની સામેના રોડ પરથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેનું નામ મુકેશ ભગવાનદાસભાઈ તિવારી (ઉ.વ 44 રહે. બીજોરી, જી. ઉમરીયા, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી રૂપિયા 50,150 ની કિંમતનો 5.015 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાનો આ જથ્થો, મોબાઇલ ફોન, રોકડ સહિત કુલ રૂપિયા ૫૫,૬૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપી સામે પ્ર.નગર પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ મુકેશ તિવારી તેના ગામમાં આવેલા મંદિરમાં પૂજારી હોવાનું માલૂમ પડ્યું છે. તે અહીં પોતાના ગામેથી ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફત અહીં રાજકોટ લાવ્યો હતો. આ પ્રકારે તેણે ચારેક ખેપ મારી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી અહીં ગાંજો કોને સપ્લાય કરવા આવ્યો હતો? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech