શહેરના આજી ડેમ પાછળના રામવન નજીકનો વિસ્તાર ક્રશર માટે પંકડાયેલો છે જમીનો ખોદીને ખનન કરી નખાયેલી કદાચિત ૧૦૦ ફૂટ કે એવી ઉંડી ખાણોમાં હજી સ્ટોન ક્રશર કામગીરીઓ ચાલે છે. એસઓજીની ટીમે એ તરફ લટાર લગાવી જય દ્રારકાધિશ એન્ટરપ્રાઈઝ નામની સ્યોન ક્રશરની પેઢીની ઓરડીમાંથી બ્લાસ્ટ કરવા માટેની જીલેટીન સ્ટીકો, ડિટોનેટર તથા વાયરનો ગેરકાયદે મોટો જથ્થો પખડી પાડયો છે. સ્ટોન ક્રશર માલિક, મેનેજર સહિતના સામે ગુનો નોંધાવી સ્થળ પરથી મેનેજરને સકંજામાં લીધો હતો.
એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જમાદાર ઈન્દ્રજીસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જય દ્રારકાધિશ એન્ટરપ્રાઈઝની ઓરડીમાં બ્લાસ્ટિંગ માટેનો જથ્થો પડયો છે. એએસઆઈ ડી.બી.ખેર, ફિરોઝ રાઠોડ, હાદિર્કસિંહ પરમાર સહિતનાએ ઓરડી પર દરોડો પાડયો હતો. બધં ઓરડી ખોલાવતા અંદરથી બે બોકસમાં જીલેટીનની ૪૦૦ સ્ટીક, ૩૦ ઈલેકટ્રીક ડિટોનેટર, વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જય દ્રારકાધિશ એન્ટરપ્રાઈઝ નામની સ્ટોન ક્રેશર પેઢીનો આ જથ્તો હોવાનું ત્યાં હાજર પેઢીના મેનેજર જૂનાગઢના શાપુર ગામના વતની વિપુલ ગીરધરભાઈ શેખાત (હાલ રહે.મિત હાઈટ બ્લોક નં.૪૦૨ ૧૫૦ ફટ રિંગરોડ રાજકોટ) જણાવ્યું હતું.
એસઓજીના પીએસઆઈ ડી.પી.ગોહિલે સરકાર પક્ષે ફરિયાદી બની પેઢીના મેનેજર વિપુલ શેખાત તેમજ માલિક ભીમભાઈ બારિયા નામના તથા તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધાવ્યો હતો. મેનેજરને સકંજામાં લઈ ધરપકડની તજવીજ હાથ ધરી હતી. આ જથ્થો બીલ વગરનો ગેરકાયદે હોવાથી કયાંથી લાવ્યા? અગાઉ કેટલી વખત મંગાવ્યો? બ્લાસ્ટિંગ કરવા લાવ્યા હતા કે અન્યને વેચવા સહિતના મુદે પુછતાછ સાથે તપાસ આરંભી છે. જો આ જથ્થો એક સાથે ગરમીના આવા વાતવરણમાં બ્લાસ્ટ થાય તો કલ્પના ન થાય તેવા ધડાકો થઈ શકે તેમ જાણકારનું કહેવું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech