દુનિયામાં ઘણી એવી રહસ્યમય વસ્તુઓ છે. જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દુનિયાની એક એવી રહસ્યમયી મમી વિશે જે લોકો માટે એક મોટું રહસ્ય છે. આ મમી 2000 વર્ષ જૂની છે પરંતુ તેનું આખું શરીર હજુ પણ સુરક્ષિત છે. તે ધ લેડી ઓફ ડાઈ અથવા ઝિન ઝુઈ નામની ચાઈનીઝ મહિલાની મમી છે. આ મહિલાનું મૃત્યુ 78 અને 145 બીસીની વચ્ચે થયું હતું. જ્યારે 1971માં એક મહિલાની કબર આકસ્મિક રીતે મળી આવી હતી. ત્યારે પેલિયોન્ટોલોજિસ્ટની આંખો પહોળી થઈ ગઈ હતી.
મહિલાના અંગો હજુ પણ અકબંધ છે. તે જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઝિન ઝુઈની કબર પાસે રાખવામાં આવેલી વસ્તુઓ જોઈને ખબર પડી કે તે ખૂબ જ અમીર મહિલા હતી. જ્યારે તે જીવતી હતી ત્યારે તે ખૂબ જ અમીર હતી. આ મહિલાને અત્યાર સુધીની સૌથી સુરક્ષિત મમી ગણાવવામાં આવી રહી છે. મહિલાની ત્વચા હજુ પણ ભેજવાળી છે અને તેની આંખો બંધ છે. તેની નસોમાં હજુ લોહી પણ છે
જ્યારે વૈજ્ઞાનિકોએ મહિલાના શરીરની તપાસ કરી તો તેમને પેટ અને આંતરડામાં 100 તરબૂચના બીજ મળ્યા. એવું માનવામાં આવતું હતું કે મહિલાએ તેના મૃત્યુ પહેલા તરબૂચ ખાધું હશે. બે હજાર વર્ષ પછી પણ મહિલાનું શરીર કેવી રીતે સુરક્ષિત છે તે હજુ પણ એક રહસ્ય છે.
મહિલાની નસોમાં હજુ લોહીનો ગઠ્ઠો પણ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મૃત્યુ સમયે આ મહિલાની ઉંમર 50 વર્ષની હશે. મહિલાનું વજન વધારે હતું અને તેને ડાયાબિટીસ પણ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMલગ્ન પ્રસંગે શહેર-જિલ્લામાં હવે ફટકડા નહીં ફોડી શકાય
May 10, 2025 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech