દરેડમાં બ્રાસ પ્રોડકટસનો માલ લઇ નાશિક જવા માટે નીકળેલો ટ્રક ચાલક ફરાર : છેતરપીંડીની ફરીયાદ : ખાલી ટ્રક કામરેજ પાસેથી રેઢો મળ્યો
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારીની પેઢીમાંથી નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક ગાયબ થઇ જતા અને ૮૨.૨૫ લાખનો બ્રાસનો માલ નિયત સ્થળે નહીં પહોચાડીને છેતરપીંડી આચર્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. આ મામલે રામેશ્ર્વરનગરના શખ્સ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા અને અને ટ્રાન્સપોર્ટની પેઢીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ કિશોરભાઈ ગાગીયાએ જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રક ચાલક સામે રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમતનો તૈયાર બ્રાસ પાર્ટ નો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી-વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષારભાઈ ગાગીયાની કંપનીને જામનગરથી મહારાષ્ટ્રના સીનર (નાસીક) વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપાર્ટનો તૈયાર માલ સામાન મોકલવા માટેનો ઓર્ડર મળ્યો હતો, અને જામનગર નજીક દરેડમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમતનો તૈયાર માલ સામાન રવાના કરવાનો હતો.
જે ઓર્ડર મુજબ તુષારભાઈ ગાગીયા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જી.જે.૧૦ ટી.વાય-૭૭૪૩ નંબરના ટ્રકમાં ૧૦ ટન જેટલો માલ સામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો, જેમાં ૩૧૦ નંગ દાગીનાઓ હતા, જેનું આશરે વજન ૯૮૩૮ કિલોગ્રામ અને આ માલ સામાનની કિંમત રૂપિયા ૮૨,૨૫,૭૮૦ થવા જાય છે.
જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગરથી ટ્રક ચાલક નીકળ્યા પછી ગઈકાલ સુધીમાં નાસિકના નિર્ધારીત સ્થળે પહોંચ્યો ન હતો, અને તપાસ દરમિયાન ટ્રક ચાલક બ્રાસસપોર્ટનો માલ અન્યત્ર ઉતારી લઈ ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.
જેથી જામનગરના ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ ૪૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને રેઢો પડેલો ટ્રક કબજે કરી આ દિશામાં પીએસઆઇ મોઢવડીયા તથા સ્ટાફે તપાસ આગળ ધપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનું ફરી તૂટયું: ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧ હજાર ઘટીને ૯૯,૭૦૦
May 08, 2025 03:40 PMપોરબંદરમાં ૧૯૬૫ના યુધ્ધના દસ્તાવેજી પુરાવાએ જૂની યાદ કરી તાજી
May 08, 2025 03:40 PMરાણાવાવમાં ભાજપના આગેવાનોએ પ્રબુધ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ
May 08, 2025 03:37 PMસીએમના હસ્તે થયેલ ડ્રોમાં આવાસ મેળવનાર અરજદારો ફોર્મમાં કાગળોની પુર્તતા કરી શકશે
May 08, 2025 03:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech