ત૫ોવન ફાઉન્ડેશન-વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આયોજન
જામનગરના તપોવન ફાઉન્ડેશન, માતુશ્રી શ્રીમતી ઈચ્છાગૌરી છોટાલાલ જાની 'વડીલ વાત્સલ્ય ધામ' દ્વારા તા. ૧૭-૧૧-ર૦ર૪ ના રવિવારે સાત રસ્તા પાસે ઓશવાળ સેન્ટરમાં માતા-પિતા વિહોણી સર્વ જ્ઞાતિની ૧૬ દીકરીઓના કન્યાદાન લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તપોવન ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ભવનાથ, જૂનાગઢ, ગોરખનાથ આશ્રમના મહંત પીર યોગી શેરનાથજી બાપુ, ચાંપરડાના પૂ. મુક્તાનંદજી બાપુ, આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, પ નવતનપુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજ તેમજ પોરબંદરના ભાગવતાચાર્ય શ્યામભાઈ ઠાકર ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.
આ ઉપરાંત કેન્દ્રના પૂર્વ કેબિનેટ મંત્રી સ્મૃતિબેન ઈરાની, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, રાજ્યના કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે.
સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભૂતામાં પગલાં પાડનાર ૧૬ દીકરીઓના લગ્ન પ્રસંગ ધામધૂમથી સંપૂર્ણરીતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે. આ તમામ દીકરીઓને આયોજક સંસ્થા તથા દાતાઓના સહકારથી જીવન જરૂરિયાતની તમામ નાની-મોટી ચીજવસ્તુઓ, કપડા, ઘરેણાંનો સમૃદ્ધ કરિયાવર આપવામાં આવશે.
આ કન્યાદાન લગ્નોત્સવમાં માતા-પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવા તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર દાતા રાજેનભાઈ જાની, ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી તથા ટ્રસ્ટી પરેશભાઈ જાનીએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PM'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech