પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે લવાયાબાદ પરિવારજનોએ એવુ જણાવ્યુ હતુકે મહાનગરપાલિકાના તંત્રએ મકાનના આધાર પુરાવા રજુ કરવા નોટીસ આપ્યા બાદ ગુમસુમ રહેતો હતો.
બનાવની વિગત એવી છે કે નરસંગટેકરી વિસ્તારમાં રહેતા અને કડીયાકામ કરતા ૩૫ વર્ષના હરીશ દેવાભાઇ શીંગરખીયા નામના યુવાને ગઇકાલે રાત્રે તેના ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લીધો હતો.
સવારે જ્યારે પરિવારજનો ઉપર ગયા ત્યારે ચુંદડીથી ગળાફાંસો ખાઇ લીધેલી હાલતમાં હરીશનો મૃતદેહ જોઇને આભ ફાટયુ હતુ અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મૃતદેહને લઇ જવાતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી થઇ હતી. મોટી સંખ્યામાં નરસંગટેકરી વિસ્તારના લોકો અને અનુસૂચિત જાતિસમાજના લોકો દોડી ગયા હતા.
ઉદ્યોગનગર પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવતા એવુ જણાવવામાં આવ્યુ હતુ કે મહાનગરપાલિકાએ નરસંગ ટેકરી વિસ્તારમાં મકાનની કાયદેસરતા અંગે અનેકને નોટીસ આપી છે અને નોટીસ મળી ત્યારથી હરીશ શીંગરખીયા ગુમસુમ રહેતો હતો. આથી તેણે આ કારણસર જ આપઘાત કર્યો છે કે કેમ? તે અંગે પોલીસે ઉંડાણથી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવા પોણા સાત ઇંચ સહિત અર્ધા સૌરાષ્ટ્ર કચ્છમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
May 07, 2025 11:10 AMરાજકોટ યાર્ડમાં વેપારી પેઢી કાચી પડતા અનેકના નાણાં ફસાયા; હરાજી બંધ રહી
May 07, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech