વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નુરાની કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે પર ડિવાઇડરે રોડ ક્રોસ કરવા જતાં એક સાયકલચાલકને પુર ઝડપે આવતા ટ્રક ટેઇલરના ચાલકે હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના તોતીંગ વ્હીલ નીચે ચગદાઇ જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની પ્રા વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર આવેલ નુરાની કોમ્પલેક્ષ સામે સાયકલ પર રોડ ક્રોસ કરવા જતાં એક યુવાનને વાંકાનેર તરફથી પુરઝડપે આવતા ટ્રક ટ્રેઇલર નં.આરજે–૦૪જીસી–૩૨૭૨ના ચાલકે હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકબરભાઇ સલેમાનભાઇ રતનીયા (ઉ.વ.૨૫, રહે.કેરાળા તા.વાંકાનેર) નામના યુવાનના શરીર પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતા ચગદાઇ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસના કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાની માહીતી મળી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech