બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સંજય ઠાકરશીભાઈ સાપરા (ઉ. 26 રહે. રંગીલા સોસાયટી ,નવાગામ આણંદપર તા.રાજકોટ મૂળ રહે.રાજપરા તા.ચોટીલા)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મૂજબ તે હાલ ચુનાના કારખાનામાં માસિક રૂ. 16,000 ના પગારે નોકરી કરે છે અને અપરિણીત છે. વર્ષ 2017માં તે રાજકોટ અભ્યાસ કરતો ત્યારે તેના મિત્રો જીલ પાનસેરીયા, ભાર્ગવ રોકડ, તીરંગ સોજીત્રા વગેરેએ લંડન ભણવા જવાનું નક્કી કરીને એક એજન્ટનો સંપર્ક કરીને આ મિત્રો વર્ષ 2022માં લંડન જતા રહ્યા હતા અને ફરિયાદી સંજય ફીના રૂ।. 10 લાખની વ્યવસ્થા કરવામાં હતો.
આ દરમિયાન ધવલ નામના મિત્રથી તેને જાણવા મળ્યું કે હાર્દીક બદરૂકીયા (રહે.સુરત) નામનો એજન્ટ સસ્તી ફીમાં ઓનલાઈન એડમીશન કરાવવાનું કામ કરે છે. જેથી તેનો સંપર્ક સાધતા આરોપી હાર્દીકે ફી થાય છે તેની અર્ધી રૂ. 4,80,000 ની ફી ભરવી પડશે તેમ કહીને આ રકમ મોકલવા જણાવ્યું હતું. અર્ધી ફીમાં એડમીશન લેવાની લાલચમાં આવીને ફરિયાદીએ આરોપીનના કહેવા મૂજબ વિરાજ માલવિયા નામના શખસના બેન્ક એકાઉન્ટમાં 1 લાખ મોકલ્યા અને બાદમાં બીજા રૂ।.એક લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ તેના યુ.પી.આઈ. આઈડી પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા બાકીની રકમ સહિત કૂલ રૂ. 4.80 લાખ ટ્રાન્સફર કરીને આપ્યા હતા.
આરોપીએ એડમીશન ફાઈનલ થઈ ગયાનું કહીને પીડીએફ ફાઈલ મોકલી હતી અને આ રકમ પાઉન્ડમાં ૯૨૭૦ ભરાયાની પહોંચ મોકલી હતી. પરંતુ, ફરિયાદીને બાદમાં શંકા જતા તેના મિત્રો અગાઉ જે એજન્ટ મારફત લંડન ગયા તેની પાસે વેરીફાઈ કરાવતા આ એજન્ટે કહ્યુ કે, જે ફીનું પેમેન્ટ કરાયું હતું તે લંડનની યુનિવર્સિટીએ રિટર્ન મોકલી આપીને ફ્રોડથી મોકલાયાનું કારણ આપ્યું છે. બાદમાં હાર્દીકે આ રકમ પરત નહીં આપતા ઉઘરાણી બાદ વર્ષ 2023 માં ફરિયાદીએ સુરતમાં મોટાવરાછા,અબ્રામા રોડ, મંત્રાહોમ્સ ખાતે હાર્દીકના ઘરે તપાસ કરતા ત્યાં હાર્દીક મળેલ ન્હોતો. બાદમાં તે વોટ્સએપ કોલથી રૂપિયા પરત કરવા વાયદા અંતે યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધના અંદેશાથી સોનાના ભાવમાં ફરી થયો ભડકો: એક લાખને પાર
May 07, 2025 03:48 PMજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech