શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી રૈયા ગામમાં રહેતા યુવાન સાથે પિયા ૬.૩૫ લાખની છેતરપિંડી થયા અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દિલ્હીથી ગઠિયાને સંકજામાં લઇ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રેલનગરમાં લાલ બહાદુર શાક્રી ટાઉનશિપમાં રહેતા અને રૈયા ગામમાં પ્રિન્ટિંગનું કામ કરનાર તેજસ જીેશભાઈ કાંજિયા (ઉ.વ ૨૫) દ્રારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૦ જુલાઈ ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામમાં શેરબજારના સ્ટોક સંબંધી પોસ્ટ જોઈ હતી. તે સમયે તેની પાસે કોઈ કામધંધો નહોતો જેથી પોસ્ટમાં અપાયેલી માહિતી સારી લાગતા લિંક ઓપન કરી હતી તે સાથે જ કોઇ અજાણ્યા વોટસએપ ગ્રુપમાંએડ થઈ ગયો હતો. બાદમાં શેર બજારમાં રોકાણ પર સારા પિયા કમાવવાની તક છે તેઓ મેસેજ કર્યેા હતો. બાદમાં લિંક મોકલી વોલેટ આઈડી બનાવવાનું જણાવ્યું હતું જેથી યુવાને પોતાનું નામ, આધારકાર્ડ, પાનકાર્ડનો ફોટો અપલોડ કર્યા બાદ એક યુઝર આઇડી અને પાસવર્ડ જનરેટ થયા હતા. ત્યારબાદ સામાવાળાએ સ્ટોક લેવા જણાવ્યું હતું. સાથોસાથ બેંક એકાઉન્ટની ડીટેલ મોકલી હતી.
બાદમાં પોતાના ખાતામાંથી પિયા ૨૦,૦૦૦ ના સ્ટોકની ખરીદી કરી હતી તે સાથે જ તેણે બનાવેલા વોલેટ આઇડીમાં સ્ટોક જમા થયો હતો. સારો નફો પણ દેખાડતો હતો જેથી યુવાનને લાલચ જાગતા અલગ–અલગ સ્ટોક જણાવી યુવાન પાસેથી કુલ પિયા ૬.૩૫ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં યુવાનને નાણાંની જર પડતા વોલેટમાંથી નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કર્યેા હતો. પરંતુ નાણા મળ્યા ન હતા જેથી કસ્ટમર કેરમાં સંપર્ક કરતા ટેકસ ભરવાનું કહેવાયું હતું. બાદમાં વધુ પિયાની માંગણી કરાઈ હતી. જેથી યુવાનને પોતાની સાથે ફ્રોડ થયો હોવાની શંકા જતા તેણે આ ફરિયાદ નોંધવી હતી. આ અંગે દાખલ કર્યેા હતો બાદમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી યુવાન સાથે છેતરપિંડી કરનાર ગઠીયાને દિલ્હીથી સકંજામાં લઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech