ચોટીલાના રાજાવડ ગામે યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા

  • May 09, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલાના રાજાવડ ગામના યુવકની પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ હત્યા કરી લાશ ફેંકી દીધાની ઘટનાના આરોપસર ચોટીલા પોલીસ મથકમાં છ શખસો સામે પૂર્વયોજીત કાવતરૂ કરી યુવકની હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પોલીસના વર્તુળોમાંથી પ્રા વિગતો મુજબ ચોટીલાના રાજાવડ ગામના દિલીપ મુળુભાઈ વાઘેલા ઉ.વ.૨૬ નામના યુવકને દેવસર ગામના પ્રવિણ નરશીભાઈ મેસરિયાની પુત્રી સાથે પ્રેમ સંબધં હતો જેના ખારમાં દિલીપની યુવતીના પરિવારજનો ચોટીલા દેસવર ગામના નાગજી ગોવિંદભાઈ, સુખા રણછોડભાઈ, જયેશ નરશી, રામા રણચોડભાઈ, દિનેશ કેહા, વાલા માનસીંગે મળીને માર મારી હત્યા નીપજાવ્યાના આરોપસર મૃતક યુવક દિલીપના પિતા મુળાભાઈ હમીરભાઈ વાઘેલાએ ગુનો નોંધાવ્યો છે.


ફરિયાદની વિગતો મુજબ કડિયા કામ કરતો દિલીપ ગત તા.૪ના રોજ રાતકડી ગામે ફૈબાના ઘરે ખબર પૂછવા ગયો હતો. બીજા દિવસે મુળુભાઈ તેના પત્ની સાથે રાતકડી ગયા હતા. જયાં દિલીપ વિશે પૂછતા એવું કહ્યું કે દિલીપને દેવસર ગામે કડિયા કામ ચાલતું હોય ત્યાંથી ફોન આવ્યો હતો એટલે નીકળી ગયો હતો. એ દરમિયાન મુળાભાઈને તેના ભાઈ દિનેશનો ફોન આવ્યો અને દિલીપ કયાં છે. પૂછયું હતું અને બન્ને ઝડપી ઘરે આવો કહેતા મુળભાઈ પત્ની સાથે ઘરે પહોંચ્યા હતા.

એ દરમિયાન દેવસર ગામના પ્રવિણભાઈ નરશીભાઈ મેસરિયાની પુત્રીને દિલીપ ભગાડી ગયો છે એવો ફોન આવ્યો હતો અને તમારા છોકરાની ભાળ મેળવી લેજો કહેતા દિલીપને બધા શોધતા હતા. એ દરમિયાન દેવસરના નાગજીનો ફોન મુળભાઈને આવ્યો અને કહ્યું કે, તમે કયા છો અમે વીસથી પચ્ચીસ જણા મળવા આવીએ છીએ કહી ધમકી આપી હતી. પુત્ર વિશે પૂછતા આરોપીઓએ એવું કહ્યું કે, હવે તારે તારો દીકરો આખી જિંદગી ભૂલી જજે કૂુતરા, કાગડા ખાઈ ગયા હશે. અમારી દીકરી અમને મળી ગઈ છે. એ દરમિયાન એવી માહિતી ગત રોજ તા.૮ના મળી કે દિલીપની લાશ રાજાવડ પાસે મોટી વાડી પાસે પડી છે. બેલાની પાટવાળી સીમમાં દિલીપની લાશ પડી હતી. મુળાભાઈ તેના ભાણેજ સાથે ત્યાં પહોંચ્યા હતા.

પુત્રની લાશ કપડા પરથી મુળભાઈએ ઓળી બતાવી હતી ડાબા હાથનું માસ નીકળી ગયું હતું. લાશ કોહવાઈ ગઈ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા લાશ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે. પીઆઈ આર.એમ.સાંગડા તથા સ્ટાફે હત્યાના આરોપ હેઠળ નોંધાયેલા ગુનામાં છ શખસોની ધરપકડની તજવીજ આરંભી છે. મૃતક દિલીપ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો. ઘરેથી કામ પર જવાનું કહીને નીકળ્યા બાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પાંચ દિવસ બાદ ગઈકાલે તેની કોહવાયેલી લાશ મળી હતી

હત્યાના પગલે ટોળાં ઉમટયા, ચકકાજામ કર્યેા
ચોટીલાના રાજાવડ ગામના દિલીપ વાઘેલા નામના યુવકની પ્રેમ પ્રકરણમાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયાની ઘટના બાદ સ્થિતિ તગં બની હતી. દલિત સમાજના ટોળાંઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતાં. પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. રોષે ભરાયેલા ટોળાંએ હાઇવે પર ચકકાજામ કરી નાખ્યો હતો. અંતે પોલીસે હત્યાનો ગુનો નોંધતા મામલો થાળે પડયો હતો. ડીવાયએસપી વિશાલ રબારી સહિતનાએ આક્રોશિત બનેલા ટોળાંને શાંત પાડવા કવાયત કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application