ભગવાન ભોલેનાથના ભકતો આખા વર્ષ દરમિયાન ખૂબ જ આતુરતાથી શ્રાવણ મહિનાની રાહ જુએ છે. દરેક વ્યકિત પોતાની રીતે ભગવાન શંકરની પૂજા કરે છે,પરંતુ કતારમાં ઉભા રહી પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની અમુક ભકતોની તૈયારી હોતી નથી અને અધિકારી હોવાનો રોફ છાંટી આગળ નીકળવા કોશિશ કરે છે.આવો જ એક કિસ્સો બિહારના મુઝફરપુરમાં બાબા ગરીબનાથ મંદિરમાંથી સામે આવ્યો છે અને કતારમાં વધુ ઉભા ન રહેવું પડે તે માટે યુવકે ચલ ચાલી કે પોતે આઈએએસ અધિકારી છે તેવું જણાવી પોતાને વહેલા દર્શન કરવા દેવાની અને જલાભિષેક કરવા દેવાની મંજુરી માગી હતી.
બિહારના મુઝફરપુરમાં બાબા ગરીબનાથ મંદિરમાં ભગવાન શંકરના દર્શન કરવા અને જલાભિષેક કરવા માટે એક યુવકે નકલી આઈએએસ ઓફિસર હોવાનો ડોળ કર્યેા હતો. બાબા ગરીબનાથ મંદિરમાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. બાબા ભોલેનાથના દર્શન કરવા અને જલાભિષેક કરવા ભકતો લાઈનમાં ઉભા હતા. દરમિયાન ત્યાં પહોંચેલા યુવકે પહેલા જલાભિષેક કરવાનો પ્રયાસ શ કર્યેા હતો. યુવક જે રીતે વર્તતો હતો તે જોઈને પૂજારીને શંકા ગઈ. પૂજારીએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકની પૂછપરછ કરતાં તેનો અસલી ચહેરો સામે આવ્યો હતો. મુઝફરપુર (શહેર)ના સહાયક પોલીસ અધિક્ષક ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે આરોપી પાસેથી એવું કઈં મળ્યું નથી કે જેના પર અધિકારી કે કોઈ પોસ્ટ લખવામાં આવી હોય
અંતે યુવકે પોતાની ભૂલ સ્વીકારી
પોલીસ તપાસ બાદ યુવકને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે મંદિરના પૂજારી અને પોલીસની માફી માંગવાનું શ કયુ. યુવકે કહ્યું કે મેં વિચાયુ હતું કે જો હત્પં મારી જાતનેઆઈએએસ જાહેર કરીશ તો કતારમાં ઉભા રહેવાને બદલે ભગવાન શંકરનો જલાભિષેક કરીશ. તેણે કહ્યું કે તે દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરી રહ્યો છે અને તે મંદિરમાં દર્શન કરવા જ આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે યુવકે પોતાની ભૂલ સ્વીકારી લીધા બાદ તેને પીઆર બોન્ડ ભર્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech