લાઠીના બાબરા નજીક જામ બરવાળા ગામ પાસે ગાલ કોટડી ખાખરીયા ગામની ચોકડી પાસે છોટાહાથી અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પિતા પુત્રી અને ભાણેજનું મોત થતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. યુવક દીકરી, ભાણેજને બાઇકમાં બેસાડી લ પ્રસંગમાં જતો હતો ત્યારે છોટાહાથી વાહનને બાઇકને ઉલાળતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી.
પ્રા વિગત મુજબ લાઠીમાં રહેતા વિજયભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ.૩૦) નો યુવક ગઈકાલે મોટરસાઇકલમાં દીકરી શ્રધ્ધા (ઉ.વ.૧૫) અને ભાણેજ કૃપાલી નરેશભાઈ સોલંકી (ઉ.વ.૮)ને બેસાડીને ખાખરીયા ગામે ફઇની દીકરીના લ હોવાથી ત્યાં બાઈક લઈને જતો હતો ત્યારે જામ બરવાળા ગામ પાસે ગાલ કોટડી ખાખરીયા ગામની ચોકડી પાસે છોટા હાથી પીકઅપ વાહને બાઇકને ઉલાળતા બાઈક સવાર યુવક દીકરી અને ભાણેજ રોડ પર ફંગોળાયા હતા જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદે ૧૦૮ અને પોલીસને જાણ કરતા ૧૦૮ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલી બંને બાળકીઓ શ્રધ્ધા અને કૃપાલીને બાબરા સારવાર માટે ખસેડવામાં આવી હતી જેમાં શ્રધ્ધાનું બાબરની સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. જયારે કૃપાલીને વધુ સારવાર માટે રાજકો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીએ અહીં દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર વિજય પાંચ બહેનનો એકનો એક ભાઈ હતો. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અને પોતે પરિવારનો આધારસ્થભ હતો. જયારે આઠ વર્ષની દીકરી શ્રધ્ધા ધો.૯માં અભ્યાસ કરતી હતી. જયારે રાજકોટ સારવાર દરમિયાન મુત્યુ પામનાર ભાણેજ કૃપાલીના પિતા નરેશભાઈ ફ્રટની લારી રાખી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને કૃપાલી ત્રણ ભાઈની એકની એક બહેન હતી. તે ધો. ત્રીજામાં અભ્યાસ કરતી હતી. એક જ ઘરમાં પિતા પુત્રીનું અને ભાણેજનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં આક્રદં સર્જાયો છે. બનાવના પગલે બાબરા પોલીસે નરેશભાઇ ધીભાઇ સોલંકીની ફરિયાદ પરથી કેરીવાન .જીજે–૩૨–ટી –૫૦૯૧ના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech