રાજકોટ ગ્રામ્યની એલસીબીની ટીમને આજે વહેલી સવારે અંકલેશ્ર્વર નજીક ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં ટીમના હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે ત્રણ પોલીસ મેનને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એલસીબીની ટીમને અકસ્માત નડયાની જાણ થતાં રાજકોટથી પણ એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. અકસ્માતમાં સ્થાનીક પોલીસ અધિકારીઓની મદદ લઈને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર તાત્કાલીકપણે મળી રહે તે માટે રાજકોટથી ઉચ્ચ અધિકારીઓ દ્રારા ત્વરીત કાર્યવાહી કરાઈ છે.
રાજકોટ રૂરલ એલસીબીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટ ગ્રામ્યમાં ગુનામાં વોન્ટેડ એક આરોપી સુરત તરફ હોવાની એલસીબીને માહિતી મળી હતી જેના આધારે આ વોન્ટેડ આરોપીને પકડવા માટે રાજકોટ રૂરલ ટીમના હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ રાઠોડ, દિવ્યેશભાઈ સુવા તથા અરવિંદસિંહ અને ઘનશ્યામસિંહ ખાનગી કારમાં આરોપીને પકડવા માટે સુરત ગયા હતા. આરોપીને લઈને રાજકોટ પરત આવી રહ્યા હતા તે દરમ્યાન આજે વહેલી સવારે ખાનગી કાર અંકલેશ્ર્વરના કોસંબા પાસે ટ્રેલર સાથે અથડાઈ પડી હતી. અકસ્માતમાં કાર બુકડો બોલી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા જમાદાર દિગ્વીજયસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત અન્ય ત્રણ પોલીસમેન દિવ્યેશભાઈ, અરવિંદસિંહ અને ઘનશ્યામસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબી ટીમ અને પોલીસમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. રાજકોટથી પણ મદદ માટે પોલીસ અધિકારીઓની ટીમ કોેસંબા જવા માટે વહેલી સવારે રવાના થઈ હતી. બ્લેક કલરની ખાનગી કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો આગળનો ભાગ બોનેટ સુધી સાવ બુકડો બોલી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMટ્રાફિક નિમયનું પાલન ન કરનારા ૭૦૭ વિધાર્થીઓને ૩.૯૦ લાખનો દડં ફટકારાયો
May 07, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech