ફાયરે આગ બુઝાવી
જામનગરમાં નાનક પુરી વિસ્તારમાં આવેલા એક વોટ પ્લાન્ટમાં મોડી રાત્રે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેથી ભારે દોડધામ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમેં દોડી જઈ સમયસર આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાનક પુરી રોડ પર રામનાથ કોલોની શેરી નંબર બે ના ખૂણા પાસે આવેલા શ્રી વોટર નામના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગઈ રાત્રે ૨ વાગ્યા ને ૫૫ મિનિટે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આસપાસના વિસ્તારમાં આગના લબકારા દેખાયા હતા.
આ બનાવ અંગે આડોશી પાડોશીઓને ધ્યાન પડી જતાં તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે સમયસર આગને કાબુમાં લઈ લેતાં આસપાસના વિસ્તારના લોકોએ હાથકારો અનુભવ્યો હતો. આગના કારણે ફિલ્ટર પ્લાન્ટની અંદર રાખવામાં આવેલા પ્લાસ્ટિકના પાણીના જગ સહિતની સામગ્રી સળગી ઊઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech