મહુવાના ગ્રામ્ય પંથકમાં ત્રણેક વર્ષ પૂર્વે એક શખ્સે શાળાએ જતી સગીરાનું જાહેરમાં બાવડુ પકડી, પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જે અંગેનો કેસ મહુવા પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે શખ્સને ૨૦ વર્ષની સખત કેદ તેમજ દસ હજારનો દંડ અને ભોગબનનારને ચાર લાખ ચુકવી આપવા આદેશ કર્યો હતો.
મહુવા પંથકના એક ગામમાં ત્રણેક વર્ષ પૂર્વે સગીરા સ્કુલે જતી હતી તે વેળાએ કંટાસર ગામનો લાલજી ઉર્ફે લાલો રાઘવભાઈ ચૌહાણે જાહેરમાં સગીરાનું બાવડું પકડી લઈ તેના ઘરના રૂમમાં લઈ જઈ મોઢે ડુચો દઈ, સગીરા હોવાનું જાણવા છતા બળજબરીથી દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી, અવાર-નવાર બોલાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. જે અંગે સગીરાની માતાએ શખ્સ વિરૂદ્ધ મહુવા પોીલસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે વખતે શખ્સની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ મહુવાના ૪થા એડી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પે.પોક્સો કોર્ટના જજ અતુલકુમાર એસ. પાટીલની કોર્ટમાં ચાલી જતા આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો રાઘવભાઈ ચૌહાણને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવી હતી. ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂા.૪, ૦૦, ૦૦૦ નું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech