જામનગરમાં રહેતી ૧૪ વર્ષ ની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્ક માં આવ્યા પછી આરોપી ના ઘર માં સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી તેણીને અલગ અલગ સ્થળોએ ભગાડી લઈ ગયા પછી ત્યાં પણ સગીરા સાથે સારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને ૨૦ વર્ષ ની સજાનો હુકમ કર્યો છે.
જામનગર માં રહેતી ૧૪ વર્ષ ની એક સગીરા આરોપી ઝાકીર કાસમભાઈ સંઘાર ઉ.વ.૨૩ , રેહે.અન્નપૂર્ણા મંદિર પાસે ગાંધીનગર જામનગર ) સાથે મીડિયામાં મારફત સંપર્ક માં આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામ માં પ્રિન્સી ઉમરાણીયા નામ થી આઇ ડી આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામ ની ૨૨૨૨ ફોલોબેક આવી હતી. જેમાં સગીરા અને યુવક વાતચીત કરતા હતા. અગાઉ આરોપી સગીરા ના પડોશ માં રહેતો હોવા થી આરોપીની બેન અને આ સગીરા બંને બહેનપણીઓ હતી. આથી સગીરા આરોપીની બેનને તેના ઘરે મળવા ગઈ ત્યારે આરોપી ઘરે એકલો હતો જેનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યાર પછી તારીખ ૨૩/૮/૨૦૨૧ ના આરોપી સગીરા ને અડધી રાત્રે ભગાડી લઇ ગયો હતો. જામનગર થી રાજકોટ ત્યાંથી મહેસાણા અને ત્યાંથી ઉના વગેરે સ્થળોએ ફેરવી હતી, જ્યાં પણ આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજી તરફ સગીરાના પરિવાર દ્વારા પોતાની પુત્રીને ભગાડી લઈ જવા અંગે ઝાકીર કાસમભાઈ સંઘાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આથી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. અને આરોપી ઝાકીર કાસમ સંધાર (૨૩) ને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમા ન્યાયધીશ વી. પી અગ્રવાલ સમક્ષ ચાલી જતાં તમામ દલીલોના અંતે આરોપીને ૨૦ વર્ષ ની સજા નો તથા રૂા. ૧૭ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.અને ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.