મોરબી સીટી એ ડીવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઈંગ્લીશ દારૂના ગોડાઉનના ગુનામાં ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર આરોપીને રાજસ્થાન રાજયના જાલોર જિલ્લ ા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમ દ્રારા જાન્યુઆરી ૨૦૨૫ મા ટંકારા તાલુકાના લજાઈ જીઆઇડીસી વિસ્તારમાં તથા મોરબીના શનાળા જીઆઈડીસી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડો હતો જેમાં કુલ ચાર શખ્સોને સ્થળ પર પકડી પાડી ૧૧ ઈસમો વિદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લેા સ્કોડના પોલીસ કર્મચારીઓની અલગ–અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર્ર,ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાયમાં મોકલી તપાસ કરાવતા બન્ને ગુનાના કામે ઈંગ્લીશ દાનો જથ્થો મળી આવેલ તે તમામ દા ડુપ્લીકેટ હોવાનુ તેમજ કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનુ કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોકયુમેન્ટ રજુ કરી ખરીદ કરેલ હોવાનુ તેમજ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે.અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યકતી નહી હોવાનું જણાયેલ અને આ ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યકતીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી આ બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનુ જણાયેલ જેથી ભાડા કરારમાં રહેલ ડોકયુમેન્ટ તથા ફોટા બતાવી ઓળખ કરતા આ વ્યકિત કમલેશ હનુમાનરામ નહી પરંતુ જગદીશ ઉર્ફે જેડી પપ્પુરામ ઠાકરારામ સાહત્પ રહે.મેઘાવા ગામ તા.ચિતલવાના જી.જાલોર રાજસ્થાન વાળો હોવાનુ તપાસ દરમિયાન જણાય આવેલ જેથી તેની રાજસ્થાન રાયના જાલોર જિલ્લ ાના ગાંધવ બાકાસર વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવતા તેની જરી પુછપરછ કરતા આ બન્ને ગોડાઉન પોતે ખોટા ડોકયુમેન્ટ બનાવી ભાડેથી રાખેલ હોવાનુ અને તેમાં આ ગે.કા. ઈંગ્લીશ દાનો જથ્થો પોતાના ભાગીદારો સાથે મળી મંગાવેલ હોવાનુ તેમજ ખોટી બિલ્ટી તથા વાહનો ખોટા ડોકયુમેન્ટ રજુ કરી પોતાના ભાગીદારોએ મંગાવેલ હોવાનુ જણાવતા ઇસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech