શહેરના પેડક રોડ સેટેલાઇટ ચોકમાં વાલ્મિકી આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 72માં રહેતા પ્રિયંકાબેન રવિભાઈ જેઠવા (ઉ.વ.24)મનાઈ પરિણીતાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ રવિ જેઠવાનું નામ આપ્યું છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિ સાથે સાતેક વર્ષથી પત્ની તરીકે રહુ છું, અને રવિ કેટરર્સનું કામ કરે છે, રવિ થકી સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે, મારા પિતા અમારી જ વિંગમાં ત્રીજા ફ્લોર ઉપર રહે છે, અને મારી નાની બહેન કિંજલ અર્જુનભાઈ વાઘેલા મારા બ્લોકની સામે રહે છે. મંગળવારે હું, અમારો પુત્ર જિયાન્સ મારી નાની બહેન કિંજલ અને બનેવી અર્જુનભાઈ બજરંગ વાડી પાસે આવેલા ઉગતા પોરની મેલડીમાંના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરી આઠેક વાગ્યે ઘરે પરત આવતા પતિ રવિ ઉશ્કરાઈ ગયો હતો અને મને પૂછ્યા વગર કેમ જતી રહે છે ? કહી બોલાચાલી કરવા લાગતા મેં તેને ધીમે બોલવાનું કહેતા ગાળાગાળી કરી કરવા લાગતા ઉપર ત્રીજા માળે રહેતા મારા પિતા ભરતભાઈ નીચે આવ્યા હતા અને રવિને ઝગડો ન કરવા માટેનું સમજાવતા તેને પણ રવિ ગાળો આપવા લાગ્યો હતો. પિતાએ તેને ગાળો આપવાની ના પાડતા રવિ વધુ ઉશ્કેરાઈ રૂમમાંથી છરી લાવી મારા પિતા ઉપર હુમલો કરતા એક ઘા પેટના કમરના ભાગે, અને બીજો ઘા છાતીના ડાબા પડખે મારી દેતા હું છોડાવવા વચ્ચે પડતા છરીનો ઘા મારા કપાળમાં ભાગે લાગી જતા દેકારો થવાથી પડોશીઓ દોડી આવતા રવિ ત્યાંથી ભાગી ગયો હતો, મને અને મારા પિતાને સિવિલ હોસ્પિટલમાંખસેડાયા હતા. વધુમાં જણાવ્યું હતું કે, રવિ અનેક વાત ઘરમાં નાના-મોટા ઝગડો કરતો હતો પરંતુ ઘર સંસાર બગડે નહિ એટલા માટે હું આજદિન સુધી ફરિયાદ કરતી નહતી. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે રવિ રામજીભાઈ જેઠવા સામે આઇપીસી 326,323, 498(ક) 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે?
May 17, 2024 09:51 AMપવિત્ર યાત્રાધામ હરિદ્વારનું નામ પડ્યું કંઈક આવી રીતે, જાણો તેનો રોચક ઈતિહાસ
May 17, 2024 09:30 AMહવે ચારધામ તીર્થયાત્રીઓ નહીં બનાવી શકે RELS, VLOG કે VIDEO, સરકારે લગાવ્યો પ્રતિબંધ
May 17, 2024 08:56 AMGoogle Photosમાં આવ્યું જોરદાર ફીચર, હવે માત્ર વોઇસ કમાન્ડથી થઈ જશે આ મુશ્કેલ કામ
May 17, 2024 08:48 AMકુંભ અને સિંહ રાશિના જાતકોને આજે મળશે સફળતા, પણ આ રાશિના લોકોએ નોકરીમાં આપવું પડશે ધ્યાન
May 17, 2024 08:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech