અમરેલી પંથકના યુવકને મહિલા સાથે મળી ખોટા ફુલહાર લગ્ન કરાવી રૂ.1.70 લાખ મેળવી મહિલાને તેડી ગયા બાદ પરત ન મૂકી જઈ છેતરપીંડી આચરનાર છ મહિનાથી નાસતા ફરતા લિસ્ટેડ અમદાવાદના શખસને અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લઈ તાલુકા પોલીસને સોંપ્યો છે.
રૂ.1.70માં લગ્નનું નક્કી કરી ફુલહાર કર્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના માચીયાળા ગામે રહેતા રાકેશ કાળુભાઈ ચૌહાણ (ઉ.વ.33)નામના યુવકએ તા-7-10-24ના અમરેલી તાલુકા પોલીસ મથકમાં છભાડીયાના ચતુર ભીખાભાઈ પાટડીયા, ખેડાના રાજુ પટેલ અને રેખા રમણભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ચભાડીયાનો ચતુર પાટડીયા સગપણ કરાવતો હોવાથી તેનો સંપર્ક કરતા ચતુરએ ખેડાના રાજુ પટેલને ફોન કર્યો હતો અને સગપણ માટે રૂ.1.70 લાખ લીધા હતા. અને પરિવાર સાથે પીપળ ગામ રાજુ પટેલને ત્યાં ગયા હતા અને રાજુએ તેની બહેન રેખા હોવાનું જણાવી રૂ.1.70માં લગ્નનું નક્કી કરી ફુલહાર કર્યા હતા. બાદમાં રેખાને ઘરે લઈ આવ્યા હતા.
રેખાને પાંચેક દિવસ તેડી જવા માટેનું કહ્યું હતું
પાંચેક દિવસ બાદ રાજુ અને ચતુર બંને ઘરે આવ્યા હતા અને પોતે ઢગ લઈને આવ્યા છે એટલે રેખાને પાંચેક દિવસ તેડી જવા માટેનું કહ્યું હતું. રેખાને તેડી ગયાના વીસેક દિવસ થઇ ગયા છતાં મુકવા આવ્યા ન હતા અને પીપળ ગામે તેડવા જતા ત્યાં રાજુ બહાર ગયો હોવાનું કહ્યું હતું. આ બાબતે વચ્ચે રહેનાર ચતુરને વાત કરતા તે પણ સંપર્ક કરાવતો ન હોય આથી યુવકને છેતરપીંડી થયાનું જણાતા ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચતુર પાટડીયા અને રેખા રમણ પટેલને ઝડપી લીધા હતા.
રાજુ પટેલ છ મહિનાથી નાસતો ફરતો હતો
જ્યારે રાજુ પટેલ છ મહિનાથી નાસતો ફરતો હોય તેને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સોર્સ મારફતે તપાસ કરતા શખ્સ અમદાવાદ ખાતે હોવાનું જાણવા મળતા પેરોલ ફર્લોની ટીમે વૉચ ગોઠવી જયેશ ઉર્ફે કેતન ઉર્ફે રાજુ રમેશભાઈ ગોર (ધંધો કર્મકાંડ,રહે-પીપળાતા, તા.નડિયાદ)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech