પીપલાણા જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં રાત્રિના તસ્કરે ત્રાટકી અહીંથી ગ્રાઈન્ડર મશીન અને એલ્યુમિનિયમ પેટર્ન સહિત કુલ રૂપિયા 6,50,500 ની મત્તા ચોરી કરી ગયા અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ભક્તિનગર સોસાયટી મેઇન રોડ પર રહેતા કેયુર વિનોદભાઈ સગપરિયા (ઉ.વ 34) દ્વારા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પીપલાણા જીઆઇડીસીમાં શિવાંગ ટેકનોકાસ્ટ નામનુ કારખાનું આવેલું છે. ગઇ તા. 1/12/2024 ના તેઓ ઘરે હતા ત્યારે ભાગીદાર રોહિત હાપલિયા કારખાને હતા અને સાંજના છેક વાગ્યા આસપાસ ઘરે ગયા હતા. બાદમાં ગઈ તા. 2/12 ના સવારના 9:30 વાગ્યા આસપાસ તે તથા ભાગીદાર રોહિતભાઈ, પ્રતિકભાઇ અહીં કારખાને આવ્યા હતા કારખાનામાં કામ કરતા મજૂરે કહ્યું હતું કે પેટર્ન(ડાય) મળતી નથી.
બાદમાં કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખસે આવી પેટર્ન ચોરી કરી લઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સામાન ચેક કરતા ચેન ગ્રાઈન્ડર મશીન જેની કિંમત રૂપિયા 5000 તથા એલ્યુમિનિયમની અલગ અલગ પેટર્ન જેની અંદાજિત કિંમત રૂપિયા 6.45 લાખ હોય આમ કુલ રૂ.6,50,500 ના સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. સીસીટીવીમાં દેખયા મુજબ રાત્રીના 11:04 થી 11:40 ના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખસે અહીં ઘુસી રૂપિયા 6,50,500 ની મત્તા ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડાના સંકેત
May 06, 2025 10:34 AMશાપરમાં પરપ્રાંતિય મજૂરોના 181 બાળકો નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલે જશે
May 06, 2025 10:32 AMબેંકના બે ડીફોલ્ટરોને ૧ વર્ષની જેલની સજા અને દંડ
May 06, 2025 10:31 AMજામનગરમાં શરીર સંબંધ બાંધવા અંગેના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 06, 2025 10:27 AMખંભાળિયામાં મધ્યરાત્રીના સમયે વાજડી સાથે વરસાદ
May 06, 2025 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech