વડિયાના મોટી કુંકાવાવમાં ગત તા.૨૬મીના રોજ યુવતિ ઉપર દુષ્કર્મ આચરનાર ચાર હવસખોરો અને યુવતિને આ શખ્સોને હવાલે કરનાર સપ્લાયર મળી પાંચેય શખસો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેને છ દિવસ વીતવા છતાં હજુએ પાંચેય શખ્સો પોલીસ પકડથી દૂર છે જયારે યુવતિઓને દેહવ્યાપાર કરાવતી અમરેલીની બ્યુટી પાર્લર સંચાલિકાની પોલીસે કાયદેસરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે પુરા થઇ જતા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં યુવતીને બચકા ભરી શારીરિક ત્રાસ આપી સામુહિક દુષ્કર્મ આચરનાર ચારેય હેવાનોને બચાવવા જિલ્લાના જ એક નેતા બચાવવાની ભૂમિકામાં હોવાની ચર્ચા જાગી છે.
પ્રા વિગત મુજબ વડિયા પોલીસ મથકમાં અમરેલીમાં રહેતી યુવતિએ મોટી કુંકાવાવના પ્રિતેશ ઉર્ફે પદીયો રમણીક આસોદરીયા, દકુ ઉર્ફે નયન રામજી વેકરીયા, અનિલ વિનુ દેસાઈ, સોમા હરપાલ આલાણી સામે સામુહિક દુષ્કર્મ આચરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવતા વડીયા પોલીસે ચારેય શખસો સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારે બીજા જ દિવસે આ બનાવમાં દેહ વ્યાપાર થયો હોવાનું સામે આવતા વડીયા પોલીસે બગસરાના વ્યકિતને ફરિયાદી બનાવી અમરેલીની બ્યુટી પાર્લર સંચાલક દયા કેશવ રાઠોડ ગરીબ યુવતીઓને પોતાની સાથે રાખી દેહવ્યાપાર કરાવતી હોવાનું અને તેની સાથેનો દિપક યુવતીઓને યાં મોકલવાની હોઈ ત્યાં મૂકી આવી સપ્લાયર તરીકે કામ કરતો અને દુષ્કર્મના ચારેય આરોપીઓ યુવતી સાથે સબધં બાંધ્યો હોવાની વિગતો જાહેર કરી દેહ વ્યાપારનો ગુનો નોંધ્યો હતો.
આ ગુનામાં વડિયા પોલીસે અમરેલીની પાર્લર સંચાલિકા દયા કેશવ રાઠોડને તા.૨૮ના રોજ પકડી પાડી કાયદેસરની ધરપકડ કરીને તા.૨૯ના બગસરા કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. કોર્ટે તા.૩૦ સુધી એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે પુરા થતા મહિલાને જેલ હવાલે કરવાનીતજવીજ: હાથ ધરી હતી.સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર સામુહિક દુષ્કર્મના આરોપીઓને બચાવવા માટે ભાજપના જ એક નેતા પોલીસ તત્રં સાથે બેઠકો કરી બનાવને હળવો કરવા માટે મથી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે. જો કે સામુહિક દુષ્કર્મના આરોપી પણ હજુ પોલીસના હાથે લાગ્યા નથી, આરોપીઓ કેવી રીતે હાજર થાય છે કે કરવામાં આવે છે કે પછી દરેક ગુના ડિકટેકટ કરવામાં માહિર જિલ્લાની પોલીસ આરોપીઓને કયાંથી પકડી લાવે છે એ ઉપર સૌની મીટ મંડાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech