આંધ્રપ્રદેશ સરકારે ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને 21 એકરથી વધુ જમીન માત્ર 99 પૈસા એકર ની કીમતે લીઝ પર આપી છે. હવે આ જમીન આટલા મામુલી ભાવે આપવામાં આવી છે તે ચર્ચાનો વિષય બની ગયો છે. કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. વાસ્તવમાં, રાજ્ય સરકાર વિશાખાપટ્ટનમને આઇટી હબ તરીકે વિકસાવવા માંગે છે. આ ક્રમમાં કંપનીને ઓફિસ શરૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.આઇટી મંત્રી નારા લોકેશ નાયડુએ જણાવ્યું હતું કે ટીસીએસ રાજ્યમાં એક વિકાસ કેન્દ્ર સ્થાપવા માટે રૂ. ૧,૩૭૦ કરોડનું રોકાણ કરશે, જે લગભગ ૧૨,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે. તેમણે કહ્યું છે કે આ વિશાખાપટ્ટનમને આઈટી શહેર તરીકે વિકસાવવાની શરૂઆત છે.
તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ પણ ટાટાને સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી આપી હતીમીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીને રુષિકોંડામાં આઇટી હિલ નંબર 3 ખાતે સમાન સૂચક કિંમતે જમીન ભાડે આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટાટાને એટલી જ રકમમાં સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી આપી હતી. મંત્રી લોકેશ ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાટા કંપનીના અધિકારીઓને મળવા ગયા હતા. તે સમય દરમિયાન જમીન ઓફર કરવામાં આવી હતી.
2 વર્ષમાં તૈયાર થશે ડેવલપમેન્ટ કેન્દ્ર
સરકારે ટીસીએસને આંધ્રપ્રદેશમાં એક મોટું કેન્દ્ર સ્થાપવા વિનંતી કરી હતી. અનેક રાઉન્ડની વાતચીત પછી લોકેશે માહિતી આપી હતી કે ટીસીએસ 3 થી 4 મહિનામાં સેન્ટર સ્થાપવા જઈ રહી છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કેન્દ્ર કાયમી ધોરણે સ્થાપિત કરવામાં લગભગ 2 વર્ષનો સમય લાગશે. આ સમય દરમિયાન કંપની ભાડાની જમીન પર કામ શરૂ કરશે. રાજ્ય સરકાર 5 વર્ષમાં ઓછામાં ઓછી 5 લાખ નોકરીઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટીસીએસ ઉપરાંત અન્ય કંપનીઓ પણ વિશાખાપટ્ટનમ પહોંચે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech