ચીનમાં ફેલાઈ રહેલા હ્યુમન મેટાન્યુમો વાયરસ (HMPV) હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી રહ્યો છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં આ વાયરસના કુલ કેસની સંખ્યા ૩ પર પહોંચી ગઈ છે. આ વખતે ૮૦ વર્ષના એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે ચિંતાનો વિષય છે.
થોડા દિવસો પહેલાં અમદાવાદમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યારબાદ સાબરકાંઠાના હિંમતનગરમાં પણ એક ૮ વર્ષનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું હતું. હવે અમદાવાદમાં વધુ એક કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.
અમદાવાદમાં વૃદ્ધ અને હિંમતનગરમાં બાળક સંક્રમિત
અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૮૦ વર્ષના એક વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અસ્થમાની બીમારીથી પણ પીડિત છે. આ પહેલાં હિંમતનગરમાં ૮ વર્ષના એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, જે પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે અને હાલમાં એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech