ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે,ત્યારે શેરી મહોલ્લામાં પાણીના માટલાની વ્યવસ્થા સહિત મેડીકલ,હોસ્પિટલ બહાર તેમજ શ્રમિકો જ્યાં કામ કરે છે ત્યાં કામના સ્થળ પર ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરી છે,ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે પોરબંદરવાસીઓને મહત્વના સુચનો કર્યા છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,હાલ ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે,ત્યારે શહેરી ગલ્લી-મહોલ્લામાં નીકળતા ફેરિયાઓ કે જે લોકો તડકામાં પોતાનું પેટીયું રડવા નીકળે છે,તેના માટે પાણીના માટલાની દરેક શેરીવાસીઓએ વ્ય્સ્વસ્થા કરવી જોઈએ,જ્યાં કામદારો અને શ્રમિકો કામ કરે છે ત્યાં પણ ઠંડા પાણીની વ્ય્સ્વસ્થા કરવી જોઈએ તેમજ મેડીકલ અને હોસ્પિટલોની બહાર તેમજ દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ઠંડા પાણીની વ્ય્સ્વસ્થા અવશ્ય કરવી જોઈએ.આ માટે એન.જી.ઓ.એ આ સેવાકાર્યમાં જોડાઈ શહેરમાં આ તમામ વ્યવસ્થાઓ કરાવવી જોઈએ.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,ઉનાળો એક એવી ઋતુ છે,જ્યારે તાપમાન ખુબ જ વધી જાય છે અને પાણીની કમી થવાથી મનુષ્ય,પશુ-પક્ષીઓ અને પર્યાવરણને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આવા સમયે સમાજસેવી સંસ્થાઓ,યુવાનો અને સામાન્ય લોકો પણ પાણીના સંરક્ષણ અને વિતરણ માટેના સેવાકાર્યોમાં ભાગ લઈને મોટો ફરક લાવી શકે છે.એન.જી.ઓ. અથવા સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને યોજના બનાવો. શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીની ટાંકીની વ્યવસ્થા કરો,ગરમીના દિવસોમાં પશુ-પક્ષીઓને પણ પાણીની જરૂરીયાત ખુબ જ હોય છે. આ માટે શહેરમાં પક્ષીઓ માટે માટી અથવા સિમેન્ટના પાણીના પાત્ર ગોઠવો,પશુઓ માટે રોજ પાણી ભરીને રાખવાની વ્યવસ્થા કરો,સ્કુલ, કોલેજ તથા સાર્વજનિક સ્થળોએ પણ આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને પાણી વિતરણ કાર્યક્રમ ચલાવો. સોશિયલ મીડિયા પર આવા કાર્યક્રમોની જાણ કરી,વધુ લોકોને જોડો જેથી ઝડપથી કામ થાય અને વધુ લોકોને મદદ પહોચાડી શકાય તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ.
મટકા અભિયાન ચલાઓ અમુલ્ય જિંદગી બચાઓ
રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,આ ગરમીને લીધે ડીહાઈડ્રેશન અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે,લોકો તડકાને લીધે હાર્ટએટેક અને ગભરામણ થવાના બનાવો પણ વધ્યા છે,અમુક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે સામાજિક સંસ્થાઓએ મટકા અભિયાન ચલાવી શહેરમાં ઠંડા પાણીની વ્યવસ્થા અને જરીયાતમંદ વિસ્તારમાં પીવાના પાણીની ટાંકી મુકવી જોઈએ તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech