દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ યુન સુક યેઓલ વિરૂદ્ધ ધરપકડ વોરટં જારી કરવામાં આવ્યું છે. કોર્ટે મહાભિયોગનો સામનો કરી રહેલા યેઓલની અટકાયત કરવા અને તેમની ઓફિસની તપાસ માટે વોરટં જારી કયુ છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે ભ્રષ્ટ્રાચારના કેસોની તપાસ કરતી કચેરી દ્રારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'સિઓલ વેસ્ટર્ન ડિસ્ટિ્રકટ કોર્ટે' આ મહિનાની શઆતમાં લાગુ કરાયેલ ટૂંકા ગાળાના માર્શલ લો સંબંધિત કેસમાં યુન સુક યેઓલની અટકાયત કરવા અને રાષ્ટ્ર્રપતિ કાર્યાલયની શોધ માટે વોરટં જારી કયુ હતું.
એજન્સીએ કહ્યું કે તે તપાસ કરી રહી છે કે ૩ ડિસેમ્બરે તેમના દ્રારા લાદવામાં આવેલ ટૂંકા ગાળાનો 'માર્શલ લો' બળવો સમાન હતો કે નહીં. દક્ષિણ કોરિયાના કાયદા અમલીકરણ અધિકારીઓએ યેઓલને અટકાયતમાં લેવા માટે કોર્ટ વોરટં જારી કરવાની વિનંતી કરી હતી. યેઓલના વકીલ યુન કેપ–કયુને અટકાયતના પ્રયાસની નિંદા કરી અને તેને પડકારવા માટે સિઓલ પશ્ચિમી જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી. તેમણે દલીલ કરી હતી કે વોરંટની માંગ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
યુન અગાઉ સંયુકત તપાસ ટીમ તરફથી પૂછપરછ માટે હાજર થવાની ઘણી વિનંતીઓ ટાળી ચુકયા છે. તેઓએ તેમની ઓફિસની તપાસની પ્રક્રિયામાં પણ અવરોધ ઉભો કર્યેા હતો. આ પછી વોરંટની માંગણી કરવામાં આવી હતી. પોલીસ અને સૈન્ય સત્તાવાળાઓની સંયુકત ટીમ યુન વિદ્ધ તપાસ કરી રહી છે. દક્ષિણ કોરિયામાં ટૂંકા ગાળાના માર્શલ લો લાદવાના આદેશ માટે નેશનલ એસેમ્બલીમાં રાષ્ટ્ર્રપતિ યૂન સુક યેઓલ વિદ્ધ લાવવામાં આવેલ મહાભિયોગ પ્રસ્તાવ ૧૪ ડિસેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો.
આ પછી, બંધારણીય અદાલતે તેમને પદ પરથી હટાવવા અથવા તેમની સત્તાઓને પુન:સ્થાપિત કરવા પર ચુકાદો ન આપે ત્યાં સુધી રાષ્ટ્ર્રપતિ તરીકે યુનની સત્તાઓ સસ્પેન્ડ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMઇન્ડિયન નેવીએ કરાચી બંદરને ફૂંકી માર્યું, INS વિક્રાંતની જુઓ ધણધણાટી
May 09, 2025 01:09 PMઈન્ડિયન આર્મીએ પિનાકા રોકેટ સિ-સ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર મોટા પાયે હુમલો કર્યો
May 09, 2025 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech