જીએસટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ થતા વેપારીઓ હવે સાત દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જોખમી વેપાર–ઉધોગના કિસ્સામાં વેપાર સંકુલના બ વેરિફેકશનના ૩૦ દિવસમાં રજિસ્ટ્રેશનની અરજી પ્રક્રિયા કરાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) એ જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ વેપારીઓને વધારાના દસ્તાવેજોને ઓનલાઇન અપડેટ કરવામાથી મુકિત આપવામાં આવી છે. તેમજ સમયમર્યાદા નિર્ધારિત કરવાથી વેપારીઓ મોટી રાહતની લાગણી અનુભવી રહ્યા છે.
જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સી બી આઈ સી દ્રારા જીએસટીના કરદાતાઓ તરફથી આવતી વારંવાર ફરિયાદોને ધ્યાનમાં રાખી આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિભાગ દ્રારા ફોર્મ જીએસટી આર.ઈ.જી–૦૧માં જે દસ્તાવેજોની યાદી પૂરી પાડવામાં આવી છે તે યાદી પૂરતુ જ મર્યાદિત રહેવા વિભાગે ફિલ્ડ ઓફિસરોને વિભાગ દ્રારા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત કરતાતાઓને થતી હેરાન કરતીના કિસ્સામાં જીએસટીના કાયદામાં ઉલ્લ ેખ ન હોય તેવા દસ્તાવેજોની કરદાતાઓ પાસેથી માગણી કરાતી હોવાનું વિભાગના ધ્યાને આવ્યું હતું. આ માટે ફિલ્ડ ઓફિસરો દ્રારા કરાતી હેરાનગતિને દૂર કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્રારા જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. વધુ પડતા દસ્તાવેજોની કરાતી માગણીમાં ઘટાડો કરવાના હેતુ સાથે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આમ પ્રક્રિયા સરળ બનવા સાથે જીએસટી રજીસ્ટ્રેશન કરવાની સમય મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
કેટલાંક ફિલ્ડ અધિકારીઓ કાલ્પનિક સવાલો કરીને બિનજરી દસ્તાવેજો માગતાં હોવાનું અવલોકન કરીને સીબીઆઈસીએ દસ્તાવેજોની એક યાદી બનાવી છે. અધિકારીઓ હવે આ યાદીમાં સમાવેશ કરાયેલા ડોકયુમેન્ટસ જ ઓનલાઇન માંગી શકશે. જીએસટી રજિસ્ટ્રેશન મંજૂર કરવાની નવી સૂચના જારી કરતાં બોર્ડે જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન અરજી પ્રોસેસ કરતી વખતે અધિકારીએ આ ડોકયુમેન્ટની ઓરિજનલ ફિઝિકલ કોપી માગીને પ્રશ્નો કરવા જોઇએ નહીં.
ખાસ કરીને પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસના દસ્તાવેજોના સંદર્ભમાં, અરજદારે કોઈપણ એક દસ્તાવેજ અપલોડ કરવો પડશે. તેમાં પ્રોપર્ટી ટેકસની રસીદ અથવા મ્યુનિસિપલ ખાતાની નકલ અથવા માલિકના વીજળી બિલની નકલ અથવા પાણી બિલનો સમાવેશ થાય છે. જો ભાડાની જગ્યા હશે તો અરજદારે રેન્ટ અથવા લીઝ એગ્રીમેન્ટ અને કોઈ ટેકાપ દસ્તાવેજ જોડવાના રહે છે. અત્યાર સુધીમાં પાન કાર્ડ, આધાર કાર્ડ નંબર તથા વેપારના સ્થળની અંદરના ફોટા માગવામાં આવતા હોવાની ફરિયાદો જોવા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
યારે નવી માર્ગદર્શિકા પ્રમાણે પોર્ટલમાં જણાવેલો કોઈપણ એક દસ્તાવેજ પૂરતો છે અને વધારાના દસ્તાવેજની આવશ્યકતા રહેતી નથી અને તે માગવા ન જોઈએ એમ વિભાગ દ્રારા જારી કરાયેલી સૂચનામાં જણાવાયું છે. જેથી વેપારીઓને મોટી રાહત મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા
May 07, 2025 11:01 AMઆગામી વર્ષોમાં એપલ તેના તમામ મોબાઇલ ફોન ભારતમાં બનાવશે અને ખરીદશે: સિંધિયા
May 07, 2025 10:54 AMરાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 07, 2025 10:48 AMભાણવડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
May 07, 2025 10:47 AMખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ
May 07, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech