બેટ-દ્વારકા, નાગેશ્ર્વર, શિવરાજપુર બીચ, મોમાઇ ધામ સહિતના સ્થળોએ માનવમેદની ઉમટી
હિન્દુ ધર્મમાં માગશર માસ ખૂબ જ મહત્વ ધરાવે છે, કૃષ્ણ ભગવાનને પણ વ્હાલો મહીનો છે, માગશર મહિનામાં ભાગવત સપ્તાહ, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો બહોળા પ્રમાણમાં થતાં હોય છે તેમજ ડીસેમ્બર નાતાલની રજાને લીધે કૃષ્ણ ભક્તો તેમજ ટુરીસ્ટોનું ઘોડાપૂર દ્રારકા-બેટ-દ્રારકા શિવરાજપુર, નાગેશ્વર, હરસિદ્ધિ માતાજી સહિતના સ્થળોએ જોવા મળ્યું હતું.
યાત્રાધામ દ્વારકા દેશના પશ્ચિમ છેવાડાનું પ્રમુખ ચાર તિર્થો પૈકીનું એક સપ્તપુરીમાની એક પુરી આદી શંકરાચાર્ય સ્થાપિત ચાર મઠ પૈકીના એક મઠ ધરાવતું અલાયદું યાત્રાધામ હોવાની સાથે શ્રી કૃષ્ણ ભગવાનની કર્મભૂમિ હોય 365 દિવસ કૃષ્ણ ભક્તોની ભીડ હોય છે.
દ્વારકાના ડિવાઇએસપી સાગર રાઠોડએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ એટલે કે 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી લગભગ 6.50 લાખથી વધુ ભક્તોએ દર્શન કયર્િ છે, તેથી પોલીસ દ્વારા આવતા યાત્રિકોને તકલીફ ન પડે અને સુવિચારો રૂપે દર્શન કરી શકે તેવા ભાવ સાથે સઘન બંદોબસ્ત રાખવામાં આવેલ છે. કોઈ વ્યક્તિ કેફી પીણું પીધેલ ન હોય તે માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાઉન્ડ ધી ક્લોક પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા મંદિરની અંદર ભક્તોને ભીડમાં તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
બેરીકેટિંગ તથા પોલીસ જવાનો દ્વારકા તથા અન્ય જગ્યાએથી પોલીસ જવાનો મેળવી બંદોબસ્ત રાખવામાં આવેલ, જગત મંદિરની અંદર સાદા વસ્ત્રોમાં પોલીસ ટીમ તૈનાત કરવામાં આવેલ છે. તેમજ સી ટીમ દ્વારા દિવ્યાંગ લોકોને દર્શન કરવામાં તકલીફ ન પડે તે માટે સુચા આયોજન કરવામાં આવેલ હતું.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં વિકાસને લીધે શિવરાજપુર બીચ, નાગેશ્વર મહાદેવ,મોમાઈ બીચ, સુદર્શન બ્રિજ,ગોપી તળાવ,રૂકમણી મંદિર ભડકેશ્વર બીચ,હર્ષદ હરસિદ્ધિ માતાજી મંદિરે પણ ભક્તજનો, ટુરીસ્ટોનો પ્રવાહ જોવા મળ્યો હતો. દ્વારકા,ઓખા,હર્ષંદ સહિતના સ્થળોએ હોટલ,ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ જવા પામ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં ફોર વ્હીલરની લાંબી કતારો જોવા મળી હતી, દ્રારકા જગત મંદિર પાસે આવેલા રિલાયન્સ રોડ, ગોતમી ઘાટ, હોમ ગાર્ડઝ ચોક,સનસેટ પોઇન્ટ, સહિતના સ્થળોએ વાહનોના થપ્પા લાગી ગયા હતા.અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા સુચા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech