મત માટે પ્રલોભનો આપવા એ કોઈ નવી વાત નથી. જાત જાતના વાયદા ઓ કરવામાં નેતાઓ મહેર હોય જ છે અને પ્રજા બધું સમજતી જ હોય છે, પરંતુ તાજેતરમાં ભાજપના એક ઉમેદવારે તો હદ કરી નાખી. એક મહિલાને જાહેરમાં ચુંબન ચોડી દીધું હતું. આ વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે, માલદા ઉત્તરના ભાજપના ઉમેદવાર ખગેન મુર્મુએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહિલાને ચુંબન કયુ. જેના કારણે ટીએમસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. જો કે આ અંગે ભાજપે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક એવી ઘટના સામે આવી છે જે હેડલાઈન્સમાં છે. ભાજપના વર્તમાન સાંસદ અને રાયની માલદા ઉત્તર લોકસભા બેઠકના ઉમેદવાર ખગેન મુર્મુએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહિલાને જાહેરમાં ચુંબન કયુ હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના કારણે ભાજપ બેકફટ પર છે. આ ઘટના સોમવારે બની હતી. ખગેન મુર્મુ તેમના લોકસભા મતવિસ્તારમાં ચંચલના શ્રીહિપુર ગામમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે એક મહિલાને કિસ કરી હતી. ત્યારબાદ તેમના ચૂંટણી પ્રચારનું તેમના ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. જોકે, વિવાદ વધ્યા બાદ આ વીડિયોને ફેસબુક પેજ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.
આ વીડિયોને લઈને રાજકારણ ગરમાયું છે. રાયની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ભાજપના સાંસદની આ કાર્યવાહીને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ખગેન મુર્મુ એ પોતાના પ્રચાર દરમિયાન બળજબરીથી પોતાની મરજીથી એક મહિલાને કિસ કરી હતી. મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરનારા સાંસદોથી માંડીને બંગાળી મહિલાઓ વિશે અશ્લીલ ગીતો ગાનારા રાજકારણીઓ સુધી; ભાજપની છાવણીમાં મહિલા વિરોધી નેતાઓની કમી નથી. એ જ રીતે મોદીનો પરિવાર મહિલાઓના સન્માનમાં વ્યસ્ત છે! જો તેઓ સત્તામાં આવશે તો તેઓ શું કરશે તેની કલ્પના કરો.આ વીડિયો વાયરલ થયા બાદ ખગેન મુર્મુએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમજ ભાજપ તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech