રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની તમામ બેઠકોમાં આજે બપોરે ત્રણ વાગ્યાથી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ્ર થતા ની સાથે જ મતપત્રકો પ્રિન્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની તમામ બેઠકોમાં મતપત્રકો રાજકોટમાં છપાવવાના છે.આજે બપોરે ત્રણ વાગ્યે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પુરી થયા પછી તુરતં જ માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને તેમની પાર્ટીના સિમ્બોલ ફાળવવામાં આવ્યા છે. રજીસ્ટર્ડ રાજકીય પક્ષો અને અપક્ષોને મુકત પ્રતીકની યાદી માંથી ચૂંટણી સિમ્બોલ ફાળવવાની પ્રક્રિયા પૂરી કરાયા પછી બેલેટ પેપર સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવ્યા છે.
રાજકોટ શહેર જિલ્લાના ૧૨,૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્ર્રની અન્ય બેઠકોના મળી એકાદ લાખ જેટલા ચૂંટણી સ્ટાફ માટે રાજકોટમાં બેલેટ પેપર છાપવામાં આવનારા છે. યારે ચૂંટણી સ્ટાફને અંતિમ તાલીમ આપવામાં આવશે ત્યારે તાલીમના સ્થળે જ મતદાન કરવામાં આવશે.
૮૫ વર્ષ કે તેથી વધુ વયના મતદારોને પણ ઘેર બેઠા વોટિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરંતુ માત્ર ચાર ટકા જેટલા સુપર સિનિયર સિટીઝનોએ આ વિકલ્પનો સ્વીકાર કર્યેા હોવાથી તેઓ ઘેર બેઠા મતદાન કરી મતપત્રક મોકલી આપશે. રાજકોટ સાંસદીય મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વયના ૨૨૦૨૩ મતદારો છે તેમાંથી માત્ર ૯૫૪ એ ઘેર બેઠા મતદાનનો વિકલ્પ સ્વીકાર્યેા છે. આવી જ રીતે શારીરિક સક્ષમ ન હોય તેવા પીડબ્લ્યુડી કેટેગરીના ૧૧૦૦૦ જેટલા મતદારોમાંથી ૨૮૨ મતદારોએ ઘેર બેઠા મતદાનનો વિકલ્પ સ્વીકાર્યેા છે.
દરમિયાનમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન પૂં કરી દીધું છે. જરિયાત કરતા ૧૦% વધુ સ્ટાફને રાખવામાં આવ્યો છે અને આ મુજબ ૧૧,૦૦૦ જેટલા કર્મચારીઓ ઇલેકશન ડુટીમાં ફરજ બજાવશે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ૨૧,૧૩૨૭૩ મતદારો છે.આગામી રવિવારે ચૂંટણી વિભાગના અધિકારીઓ તમામ મતદાન મથકોની મુલાકાત લઈને તૈયારીની સમીક્ષા કરશે. મતદાન મથકમાં બીએલઓને શેની જર છે તેનું અલગથી લિસ્ટ બનાવવામાં આવશે. આ મુજબ રાજકોટ શહેર અને સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ્ર ૨૨૩૬ મતદાન મથકોની વધુ એક વખત મુલાકાત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech