બાંગ્લાદેશ પણ હવે સીમા પરની જમીન હડપી લેવામાં ચીનની હરીફાઈ કરતું હોય તેમ ભારતના પ. બંગાળ, આસામ અને ત્રિપુરાને પોતાના હિસ્સા ગણાવીને નવા વિવાદને જન્મ આપ્યો છે.વચગાળાની સરકારના સલાહકાર મહફઝે ફેસબુક પર એક વિવાદાસ્પદ નકશો શેર કર્યેા હતો, જેમાં ભારતના પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના 'સલાહકાર' તરીકે કામ કરતા મહફઝ આલમે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના વિજય દિવસના અવસર પર ભારત વિદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્યેા હતો. વિજય દિવસ બાંગ્લાદેશની મુકિત યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતને દર્શાવે છે. તે જ દિવસે મહફઝે સોશિયલ મીડિયા પર ભારત વિદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી.
પોસ્ટમાં, મહફઝ આલમે પૂર્વેાત્તર અને ઉત્તર ભારતમાં સાંસ્કૃતિક અસંતોષ ભડકાવવાનો પ્રયાસ કર્યેા હતો. આ સાથે એક વિવાદાસ્પદ નકશો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરાને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ વધ્યા બાદ મહફઝે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
મહફઝ આલમે પોતાની પોસ્ટમાં દાવો કર્યેા હતો કે ઉત્તર–પૂર્વ ભારત અને બાંગ્લાદેશના લોકોની સંસ્કૃતિ ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે પૂર્વ પાકિસ્તાનનું નિર્માણ ભારતના ઉચ્ચ
જાતિઓ અને 'હિંદુ કટ્ટરવાદીઓ'ના વલણને કારણે થયું હતું. પોતાની પોસ્ટમાં મહફઝે ૧૯૭૫ અને ૨૦૨૪ની ઘટનાઓનું પુનરાવર્તન કરવાની જરિયાત વ્યકત કરી હતી.
૧૯૭૫માં બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મહફઝે ૨૦૨૪માં શેખ હસીનાને સત્તા પરથી હટાવવાની કથિત યોજનાને અલોકતાંત્રિક ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાઓ વચ્ચે ૫૦ વર્ષનું અંતર છે, પરંતુ સંજોગો બદલાયા નથી. મહફઝે દાવો કર્યેા હતો કે બાંગ્લાદેશને નવી વ્યવસ્થા અને ભૂગોળની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech