ગુલાબનગરના પતિ સહિત બે સામે નોંધાવાતી ફરીયાદ
હાલ સચાણામાં રહેતી પરિણીતાએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કરેલ હોય જેનો ખાર રાખીને પતિએ તેણીને લાફા ઝીંકી દઇ ધમકી દીધી હતી તેમજ ઝપાઝપી કરી હતી આ અંગે પતિ સહિત બે સામે ફરીયાદ નોંધાવી છે.
જામનગરના સચાણામાં હાલ રહેતા મુમતાજબેન ઇબ્રાહીમભાઇ લોડળા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ પતિ સામે જામનગર કોર્ટમાં ભરણપોષણનો કેસ કરેલ હોય જેનો ખાર રાખીને આરોપી પતિ ઇબ્રાહીમે ફરીયાદીને બાલાચડી પાસે અપશબ્દો કહી ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધો હતો અને જો હવે ભરણપોષણની રકમ માંગીશ તો જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી તેમજ આરોપી રેશમાબેને પણ ફરીયાદી સાથે ઝપાઝપી કર કાનમાં ઇજા પહોચાડી હતી.
આ બનાવ અંગે મુમતાજબેન દ્વારા ગઇકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં જામનગરના ગુલાબનગરમાં રહેતા ઇબ્રાહીમ અકબર લોડળા અને રેશમાબેન ઇબ્રાહીમ વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૩૨૩, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMપાકિસ્તાન વિરુદ્ધ ગોંડલના યુવાનોમાં આક્રોશ
May 11, 2025 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech