રાજકોટ જિલ્લામાં આજે 1 થી 19 વર્ષની વયના 3,67,000 બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાના અભિયાનનો સવારથી પ્રારંભ થઈ ગયો છે, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 12 અર્બન હેલ્થ સેન્ટર અને 348 સબ સેન્ટરોમાં આ કામગીરી સવારથી જ ચાલુ કરી દેવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ આ કામગીરીનો સવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમોની રચના કરવામાં આવી છે તેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ આશા વર્કરો આંગણવાડી કાર્યકરો સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ પર દેખરેખ રાખવા માટે સુપરવાઈઝરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. અંતરિયાળ વિસ્તાર, વાડી વિસ્તાર માટે મોબાઈલ ટીમ બનાવવામાં આવી છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળામાં જતા બાળકો અથવા તો શાળાએ ન જતા બાળકોને પણ આજના આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે. કૃમિનાશક ગોળી બાળકોને ચેપ સામે રક્ષણ આપે છે અને તેના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, વજન ઓછું થવું જેવી અનેક હાનિકારક અસરથી બચી શકે છે. સરકાર દ્વારા બાળકોને વિટામિન એ ના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે.
આજની આ ઝુંબેશમાં કોઈ બાળક રહી ન જાય તે માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. આમ છતાં જો કોઈ બાળક રહી જશે તો તેમના માટે તારીખ 27 માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ યોજવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમ ગામના દરેક ઘરની મુલાકાત લઈ કોઈ બાળક રહી નથી ગયું ને ? તેની ખાતરી કરશે અને જો રહી ગયું હશે તો ગોળી ખવડાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભૂખ અને સ્વાદ બંને સંતોષશે મસાલેદાર જલાજીરા, જલ્દી નોટ કરી લો સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી
May 06, 2025 04:51 PMફ્લોલેસ મેકઅપ માટે આ રીતે સ્કિનને કરો તૈયાર, ફોલો કરો આ સ્ટેપ્સ
May 06, 2025 04:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech