દેહરાદૂનના કેન્ટ વિસ્તારમાં ઓએનજીસી ચોક પાસે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં ઈનોવા કાર પહેલા કન્ટેનર સાથે અને પછી ઝાડ સાથે અથડાતા છ લોકોના મોત થયા હતા યારે એક ઘાયલ થયો હતો. મૃતકોમાં તમામ યુવક–યુવતીઓ છે. પોલીસના જણાવ્યા અનુસાર કાર કિશનનગર ચોકની હતી. ઓએનજીસી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી કારે કન્ટેનરને ટક્કર મારી હતી. બનાવની કણતા એ હતી કે મૃતકો તમામ ૨૫ વર્ષથી ઓછી ઉમરના છે.
ઝાડ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા.જયારે કારમાં તમામ યુવક યુવતીના મૃતદેહો અત્યતં બુરી રીતે ફસાયા હતા અને ક્ષત વિક્ષત બની ગયા હતા. ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક માર્ગ અકસ્માતમાં છ યુવક–યુવતીઓના કણ મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યકિત ઘાયલ પણ થયો છે. પોલીસે કન્ટેનર કબજે કરી લીધું છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેન્ટ વિસ્તારના ઓએનજીસી ચોક પાસે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. ઈનોવા કાર પહેલા કન્ટેનર અને પછી ઝાડ સાથે અથડાઈ પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાર કિશનનગર ચોકની હતી. ઓએનજીસી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી કારે કન્ટેનરને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું બોનેટ કન્ટેનરની પાછળ ફસાઈ ગયું. આ પછી કાર ખોટી દિશામાં લગભગ ૧૦૦ મીટર દૂર એક ઝાડ સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા છ યુવક–યુવતીના મોત થયા હતા. અકસ્માતમાં કેટલાક લોકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃતકની ઓળખ – ગુનીત ઉમર ૧૯ વર્ષ રહેવાસી જીએમએસ રોડ, કુણાલ ઉંમર ૨૩ વર્ષ હાલ રહેવાસી રાજેન્દ્ર નગર મૂળ ચંબા હિમાચલ પ્રદેશ, નવ્યા ગોયલ ઉંમર ૨૩ વર્ષ રહે તિલક રોડ, અતુલ અગ્રવાલ ઉંમર ૨૪ વર્ષ રહે કાલિદાસ રોડ, કામાક્ષા કંવાલી રોડનો રહેવાસી ઉંમર ૨૦ વર્ષ અને ઋષવ જૈનની ઓળખ રાજપુર રોડના રહેવાસી તરીકે થઈ છે. ૨૫ વર્ષીય સિદ્ધેશ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ છે.જેની સારવાર ચાલી રહી છે. જો કે આ યુવક યુવતીઓ કયાં જઈ રહ્યા હતા તે સહિતની વિગતો મેળવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech