અમદાવાદ રહેતાં વિવેકભાઇ અશોકભાઇ ભંડારી (ઉ.વ.૪૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિપક ગોવિંદ વાળા (રહે. માણાવદર) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હ્યુન્ડાઇ ફોરવ્હીલના સ્પેર પાર્ટનું વેચાણ કરતી કોન્સેપ્ટ મોબીશ નામની કંપનીમા વાઇસ પ્રીસીડન્ટ તરીકે નોકરી કરે છે અને કોન્સેપ્ટ મોબીશ કંપનીની રાજકોટમા બે બ્રાન્ચ છે, જેમા એક બ્રાન્ચ આજી જીઆઈડીસીમા વેર હાઉસ તરીકે છે. બીજી બ્રાન્ચ ગોડલ રોડ ઉપર આહીયા કોમર્શિયલ કોમ્પલેક્ષમા છેલ્લા ચાર વર્ષથી ખોલવામાં આવેલ છે. જ્યાંથી હ્યુન્ડાઈ કંપનીના સ્પેરપાર્ટનુ રીટેઈલમા વેચાણ કરવામાં આવે છે. જે બ્રાન્ચમા સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કંપની તરફથી દિપક વાળાની નિમણૂક કરવામાં આવી હતી. જરૂરીયાત મુજબનો સ્ટોક અમારા વેર હાઉસમાંથી જતો હતો. તે ઓફીસમાથી જે રીટેઇલ સ્પેર પાર્ટનું વેચાણ થતુ અને તેનુ પેમેન્ટ આવતુ હતુ તે પેમેન્ટ દિપક કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવાના થતા હતા, જાન્યુઆરી - ૨૦૨૫ દરમિયાન મેઇન બ્રાન્ચ અમદાવાદ ખાતેથી ગોંડલ રોડ પર કંપનીની ઓફીસનું એકાઉન્ટ સ્ટેટસ મેળવેલ હતુ. જેમાં એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં દિપક વાળા સભાળતા હતા તે ઓફીસમાથી જુદી જુદી પાર્ટીને માલ વેચેલ અને પેમેન્ટ જમા નથી થયેલ તેવુ રૂ.૧૧,૩૦,૭૯૩ એકાઉન્ટ સ્ટેટમેન્ટ આવેલ હતુ.
જેથી આ બાબતે આજી જીઆઇડીસીમાં આવેલા વેરહાઉસ સંભાળતા ચેતન વ્યાસને જાણ કરી તેની માહીતી મેળવવા જણાવેલ હતુ. જેથી ચેતનભાઈએ તપાસ કરી જણાવેલ કે, અમદાવાદથી આવેલ સ્ટેટમેન્ટ મુજબ દીપકએ સ્પેરપાર્ટ જે પાર્ટીને વેચેલ અને પેમેન્ટ આવવાનુ બાકી છે. તે બાબતે પાર્ટીનો સંપર્ક કરતા પેમેન્ટ પાર્ટીએ દીપકને ચુકવી દીધેલ છે અને તેને પૈસા જમા કરાવેલ નથી. તે વાત દીપકને કહેતા થોડા દીવસમા પૈસા જમા કરાવી દેશે તેમ વાત કહી હતી.
જાન્યુઆરી- ૨૦૨૫ દીપકએ ૧૧ પાર્ટી પાસેથી કુલ રૂ.૧૫.૧૧ લાખ લઈ કંપનીમાં જમાં ન કરાવ્યાનુ સામે આવ્યું હતું. તેમજ સ્ટેટમેન્ટ આધારે દીપકને જે પાર્ટીને માલ વેચેલ તે સ્પેરપાર્ટના પેમેન્ટ લેવા બાબને પાર્ટીઓ સાથે ફોનથી વાત કરવાનું કહ્યું હતું અને ચેતનભાઈએ પાર્ટી સાથે વાતચીત કરી કહેલ કે, તમામ પાર્ટીઓ સાથે વાતચીત થઇ ગયેલ છે અને તે પાર્ટીમાથી અમુક પાર્ટીએ દીપકને તેના ફોનમાં ઓનલાઇન અથવા રોકડા ચુકવી દીધેલ છે. અમુક પાર્ટીને બીલ મુજબનો માલ તેઓએ ખરીદેલ ન હોવાનુ અને દીપકએ ઓફીસે આવવાનુ બંધ કરી દિધેલ હોવાનું કહ્યું હતું.
અમદાવાદ ખાતેથી કંપનીની ઓડીટ ટીમ મોકલેલ હતી, જે ઓડીટ બાદ જાણવા મળેલ કે, પાર્ટીના બીલ હતા તે રકમ સિવાયના રૂ.૪.૫૦ લાખના સ્પેરપાર્ટ મળી આવેલ ન હતા. જેથી આરોપીએ કંપનીના વર્ષ- ૨૦૨૩ થી આજ સુધીમાં કંપની તરફથી મિલક્ત ઉપરના આપેલ અધિકારનો દુર ઉપયોગ કંપની તરફથી આપેલ ફોરવ્હીલના સ્પેર પાર્ટ જુદી જુદી પાર્ટીઓને વેચાણ કરી પાર્ટી ઓ પાસેથી કુલ રૂ.૧૫,૦૧,૧૧૭ ઉઘરાવી તેમજ રૂ.૪.૫૦ લાખના સ્પેર પાર્ટ બારોબાર વેચી કુલ રૂ.૧૯.૫૧ લાખ કંપનીમા જમા ન કરાવી કંપની સાથે છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લામાં માવઠાની માર: પાકને નુકશાનની ભીતિ
May 06, 2025 01:38 PMઆતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી
May 06, 2025 01:36 PMક્રેડીટ બુલ્સ કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના બે કરોડ ફસાયા.....?
May 06, 2025 01:23 PMલાલપુરમાં ૫૨.૪૬ લાખના શરાબના જથ્થા પર બુલડોઝર
May 06, 2025 01:18 PMસુમરી ભલસાણ ગામમાં ભેસો ચરાવવાના મનદુ:ખમાં હુમલો
May 06, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech