પોરબંદરમાં લોહાણા મહાજન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર લોહાણા મહાજન દ્વારા શ્રી મોહનભાઈ કોટેચા-તાજાવાલા મહાજન વાડી ખાતે કેરીયરલક્ષી માહિતીઓ અને ધો-૧૦ તથા ધો-૧૨ પછીના અભ્યાસક્રમોની માહિતી અને માર્ગદર્શન હેતુ એક સેમીનાર આયોજન થયેલ હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચમ સ્કુલના સંચાલક કમલભાઈ પાઉં એ ધો-૧૦ અને ધો-૧૨ ના વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો ફરીથી પરિક્ષા આપી શકે છે અને બંન્ને પરિણામોમાંથી જે પરિક્ષાનું રીઝલ્ટ સારું હોય તે વેલીડ રહે છે, આ નવી તક આ વર્ષે વિદ્યાર્થીઓને મળેલ છે અને જેની તા. ૧૬ જુન છે,તેવી માહિતી આપેલ હતી.
જ્ઞાનમંજરી ભાવનગરના એકેડેમી ડાયરેક્ટર અને સીનીયર ફીઝીકસના ફેકલ્ટી ગૌરાંગ અગ્રાવત દ્વારા સાયન્સ ખુબ ઉમદા વિષય છે આજના સમયમાં એવું જણાવી કોર્ષ સબંધી માહિતી આપેલ હતી અને એઈમ, ડીસીપ્લીન અને ગાઈડન્સ હોવા જોઈએ તેમ જણાવેલ હતું.
કોમર્સ વિભાગ માટે જે.કે. શાહ ઈન્સ્ટીટયુટના સંજયભાઈ સુબા એ સી.એ અને અન્ય કોર્ષની માહિતીઓ આપતા સાથે હાલ જે કોર્ષનો ટ્રેન્ડ છે એ મુજબ ચાલો છો એમ નહી પણ ભવિષ્યમાં કયા કોર્ષ અને ડીગ્રીની જરૂરીયાતો રહેશે અને કઈ લાઈનમાં ડીમાન્ડ અને સપ્લાય રહેશે તે બાબત ઘ્યાનમાં લેવા પર ભાર મુકેલ હતો, વિદ્યાર્થીઓને ડીગ્રી સાથે પ્રેકટીકલ નોલેજ પણ મેળવતા રહેવુ જોઈએ અને ૧૦-૧૦ ફુટના ખાડા કરવાની જરૂર નથી પણ ૧૦૦ ફુટનો એક ખાડો કરો પણ પ્રોપર કરો તેમ જણાવેલ હતુ.
જાણીતા સી.એ. દીવ્યેશભાઈ સોઢા એ સી.એમ.એ, સી.એફ.સી, અને સી.એફ.એ. જેવા નવા કોમર્સના કોર્ષ સબંધી માહિતી આપેલ હતી, સી.એફ.એ. ઓલ ઓવર વર્લ્ડ વેલીડ કોર્ષ છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા આગ્રહ કરેલ હતો. આજકાલ એ.આઈ.આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની ખુબ વાત થાય છે અને ડીમાન્ડ પણ રહેવાની છે જેનો ૪ વર્ષનો કોર્ષ છે તે પણ વિદ્યાર્થીઓએ કરવા જેવો કોર્ષ છે, તેની માહિતી અંકિતભાઈ સામાણી (વીઝન એકેડમી) તરફથી આપવામાં આવેલ હતી.
સાયકોલોજી અને આર્ટસ વિશાળ દરિયો છે,બહુ ઉજજવળ ભવિષ્ય છે, જો આર્ટસના વિષયો રૂચિ મુજબ પસંદ કરવામાં આવે તો આવનારા પાંચ વર્ષમાં આર્ટ કે ક્રિએટીવીટી ને રીપ્લેસ કરી શકશે નહીં અને આર્ટસ વિભાગ અંગેની માહિતી શિવાનીબેન સામાણીએ આપેલ હતી.
ભાવસિંહજી હાઈસ્કુલના શિક્ષક પુજાબેન રાજાએ સ્પર્ધાત્મક પરિક્ષાઓ અને રોજગારલક્ષી અભ્યાસ અંગે વિગતો આપેલ હતી, જવાહર નવોદય વિદ્યાલયથી શરૂ કરી ધો-૧૨ સુધીના અભ્યાસક્રમો પરથી તેની તૈયારીઓ કરી શકાય છે, એના માટે કોઈ ચોકકસ સીલેબસ જરૂરી નથી, જે ભણો છો તે બધુ ઉપયોગી છે અને તેની નોંધ કરતા રહો તેમ સમજાવેલ હતું.
શોર્ટ ટર્મ કોમ્પ્યુટર કોર્ષ આજના સમયમાં ખુબ આશીર્વાદપ છે, અન્ય ડીગ્રીઓ સાથે આવા કોર્ષ પણ કરતા રહેવુ જોઈએ, સી.સી.સી. અને ટેલી જેવા કોર્ષ ત્વરિત રોજગાર આપી શકે છે તેની માહિતી કીશનભાઈ રૂઘાણી (કેરીયર કલાસીસ) તરફથી આપવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન માટે પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારીયા, માનદમંત્રી રાજુભાઈ લાખાણી તથા ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech