આવતીકાલે પ્રભાતફેરી સહિતના કાર્યક્રમો યોજાશે
જામનગર શહેરમાં ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભામાં ગુરુનાનક દેવજીની 555 મી જન્મજયંતિની ઉજવણી તા.15-11-24ને શુક્રવારે મનાવવામાં આવશે જેના અનુસંધાને 10 તારીખ થી 13 તારીખ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે જે વહેલી સવારે ગુરુદ્વારા થી અલગ અલગ સ્થળો પર (દિશાઓ) ફરશે.
સૌ પ્રથમ દિવસે તા.10ના રોજ ગુરુદ્વારાથી ક્રિકેટ બંગલો, સાત રસ્તાથી પરત ક્રિકેટર બંગલો થઇ ગુરુદ્વારા ખાતે સમાપ્ત થશે. બીજા દિવસે તા.11ના સવારે ગુરુદ્વારાથી લાલ બંગલા, ભીડભંજન મંદિર, તળાવની પાળ થઈ ટાઉનહોલ થઈને ગુરુદ્વારા ખાતે સમાપ્ત થશે. ત્રીજા દિવસે તા.12ના રોજ ગુરુદ્વારાથી અંબર સર્કલ, ઝુલેલાલ મંદિર, બેડી ગેટ, લીમડા લાઈન થઈ ગુરુદ્વારા ખાતે સમાપ્ત થશે.
જ્યારે છેલ્લા દિવસે તા.13ના રોજ ગુરુદ્વારા થી હોસ્પિટલ રોડ, પી.એન.માર્ગ, પંચવટી વિસ્તારથી જોગસ પાર્ક, વિરલ બાગ, ડી.કે.વી. સર્કલ થઈ પરત ગુરુદ્વારા સમાપ્ત થશે. આ ઉજવણી દરમિયાન ગુરુદ્વારામાં ચાલી રહેલ સેહજ પાઠની પુણર્હિુતી તા.15ના સવારે 10 વાગ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગંગાનગરથી ભાઈ સાહબ ગગનદીપસિંઘ વિશેષ હાજરી આપશે. જે કાર્યક્રમમાં શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. તે પછી ગુરુદ્વારા ખાતે સૌ ભક્તોજનો માટે ગુરુ કા લંગરનું આયોજન કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMબોલિવૂડમાં 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનાવવાની હોડ
May 09, 2025 12:28 PMહાઉસફુલ 5ને કોઈ પણ સંજોગોમાં સફળ બનાંવવા અક્ષય પર દબાણ
May 09, 2025 12:26 PMકેમેરાથી બીક લાગે: બોલીવુડમાં તો નહી જ આવું: સારા તેંડુલકર
May 09, 2025 12:25 PMમોટા પડદા પર 'શ્રી કૃષ્ણ' ની ભૂમિકા ભજવવાની આમિરની ઈચ્છા
May 09, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech