છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા સોનાના ભાવમાં આજે અચાનક ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે પ્રતિ ૧૦૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૮,૬૦૦, મુંબઇમાં ૭૭૯૨૦ રૂપિયા, કોલકાતામાં ૭૭૮૧૦ પિયા, દિલ્હીમાં ૭૭૭૯૦ રૂપિયા, ચેન્નાઇમાં ૭૮૧૫૦ રૂપિયા પર પહોંચી છે. છેલ્લા એક સાહમાં સોનાની કિંમતમાં ૩૯૯૦ રૂપિયાનો વધારો થયો હતો. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ આજે એકાએક ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
આજે પ્રતિ ૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિંમતમાં ૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. ૨૨ કેરેટ સોનું પ્રતિ ૧૦૦ ગ્રામ ૧૦,૦૦૦ રૂપિયા સસ્તું થયું છે. ૨૨ કેરેટ સોનાની પ્રતિ ૧૦૦ ગ્રામ કિંમત ૭,૨૧,૫૦૦ રૂપિયા થઇ ગઇ છે. આ સિવાય જો ૨૪ કેરેટ સોનાની વાત કરીએ તો આજે ૨૪ કેરેટ સોનું પ્રતિ ૧૦૦ ગ્રામ આજે ૧૦,૯૦૦ પિયા સસ્તું થઈને ૭,૮૭,૦૦૦ રૂપિયા થઈ ગયું છે અને પ્રતિ ૧૦ ગ્રામ ૧,૦૯૦ પિયા ઘટયું છે આ સાથે ૧૦ ગ્રામની કિંમત આ કિંમત ૭૮,૭૦૦ રૂપિયા પર આવી ગઈ છે.
આજે પ્રતિ ૧૦૦ ગ્રામ ૧૮ કેરેટ સોનામાં ૮૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિમાં ૧૮ કેરેટના ૧૦૦ ગ્રામ સોનાની કિંમત ઘટીને ૫,૯૦,૩૦૦ પિયા થઈ ગઈ છે. બીજી તરફ ૧૮ કેરેટ પ્રતિ ૧૦ ગ્રામ સોનામાં આજે ૮૨૦ રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની કિંમત ૫૯,૦૩૦ રૂપિયા થઈ ગઈ છે.
નિષ્ણાંતોના મતે સોનાના ભાવ ત્રણ મુખ્ય કારણોથી વધી રહ્યા હતા. પહેલું, રશિયા–યુક્રેન યુદ્ધ, બીજું, શેરબજારમાં અસ્થિરતા અને ત્રીજું, અમેરિકી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત. આ સિવાય યુએસ ડોલરમાં વધારો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા રેટ કટ પ્રત્યે સાવચેતી ભયુ વલણ પણ તેની પાછળના કારણો હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech