કુખ્યાત સુમિત ગોયંકા, મોટા વરાછા એપલ લક્ઝુરીયાના બિલ્ડર ધીરૂ હીરપરા, શ્રેયાંસ હીરપરા અને દલાલ રજની કાબરીયાની ટોળકી સહિત નવ વિરૂદ્ધ સરથાણાના જમીન દલાલે ૩.૯૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ટોળકીએ એપલ લક્ઝુરીયાના પ્રોજેક્ટમાં ૧૧ ફ્લેટની ડાયરી આ જમીન દલાલને બનાવી આપ્યા બાદ આ ફ્લેટનો કબજો નહિ આપી કૌભાંડ કર્યાનો આક્ષેપ વચ્ચે આરોપી શ્રેયાંસ હીરપરા આગોતરા સાથે ગતરોજ સરથાણા પોલીસ મથકે હાજર થયો હતો.
ભાવનગરના કોબડી ગામના વતની અને સરથાણા મારૂતિધામ બંગ્લોઝ- રમાં રહેતાં અને જમીન દલાલ કમ બિલ્ડર ધર્મેશ ગોપાલ સુતરીયા (ઉ.વ. ૪૨) મેં-૨૦માં દલાલ રજની કાબરીયા મારફત સુમિત ઓમપ્રકાશ ગોયંકા અને એપલ લક્ઝુરીયાના ભાગીદાર પિતા-પુત્ર ધીરૂ મનજી હીરપરા અને શ્રેયાંસ હીરપરા (બંને રહે, ૪૫, પંચવટી સોસાયટી)ને મળ્યો હતો. મોટા વરાછામાં એપલ લક્ઝુરીયા નામથી પ્રોજેક્ટ બનાવી રહ્યા હોવાનું અને તેમાં ભાગીદાર તથા પાવરદાર તરીકે ભરત ધરમશી ખેની, મકોડ પોપટ ભડિયાદરા, મનસુખ કાળુ બોદર્યા, કિશન મનસુખ અને મહિલા ભાગીદારના પતિ વિઠ્ઠલ માવાણી સાથે મુલાકાત કરાવી હતી.
જમીન દલાલે મેં-૨૦થી નવેમ્બર- ૨૧ના સમયગાળામાં ૧૧ ફ્લેટની ડાયરી બનાવી હતી. જેમાંથી પાંચ સુમિત ગોયંકા પાસે હતી. બાકીના છ ડાયરી નવી બનાવી આપી હતી. આ ફ્લેટ પેટે કુલ્લે ૪.૯૦ કરોડ રોકડાં તબક્કાવાર રજની કાબરીયાની પરવત પાટિયા સ્થિત અનુમપ માર્કેડમાં છે.
ઓફિસ અને ધીરૂ હીરપરાના પંચવટી સોસાયટીમાં મકાનમાં આપ્યા હતા. નાણાં લીધાના વર્ષો વીતી જવા છતાં પણ સાત ફ્લેટનો કબજો આપ્યો ન હતો અને જે ચાર ફ્લેટ વેચ્યા હતા તેના પણ નાણાં નહિ આપી ધાક ધમકી આપતાં હોવાથી મામલો સરથાણા પોલીસ મથકે પહોંચતા પોલીસે ૧૧ આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડી અને કાવતરાંની કલમ અંતર્ગત ગુનો નોંધી ધીરૂ હીરપરાની ધરપકડ કરી હતી.
આ પ્રકરણમાં ધરપકડથી બચવા કેટલાંક આરોપીઓ કોર્ટને શરણે ગયા હતા. શ્રેયાંસ હીરપરા (ઉ.વ. ૩૧) આગોતરા જામીન સાથે સરથાણા પોલીસ મથકે હાજર થતાં પોલીસે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડામાં બેરોજગારીનું સંકટ ઘેરું બન્યું
May 12, 2025 10:21 AMવૈષ્ણો દેવી દરબારમાં પહેલગામ હુમલા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો
May 12, 2025 10:18 AMઆઈપીએલ 16 કે 17 મેના રોજ ફરી શરૂ થવાની શક્યતા
May 12, 2025 10:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech