પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. (સુદામા ડેરી) અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજયના સ્થાપનાદિન અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની સંયુકત ઉજવણીના ભાગપે પોરબંદર શહેરના પૌરાણિક અને પ્રખ્યાત રોકડીયા હનુમાનજીના મંદિર ખાતે સફાઇ કરવાનું આયોજન કરવામાં આવેલ,જેમાં જીલ્લા રજીસ્ટ્રાર રીનાબેન પટેલ તથા તેમનો કચેરી સ્ટાફ, દુધ સંઘના ચેરમેન ડો.આકાશ રાજશાખા, સંઘના ડિરેકટરો અને સંઘના સ્ટાફ ભાઇઓ,બહેનો દ્વારા આ સફાઇ કામગીરી અભિયાનમાં સહર્ષ ભાગ લેવામાં આવેલ છે.
સુદામા ડેરી દરેક સામાજિક સંસ્થાઓને અનુરોધ કરે છે કે,આ પ્રકારના અભિયાન ચલાવી સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપે તેમ જણાવ્યું હતુ. સુદામા ડેરી દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રકારના સફાઇ અભિયાનને ધાર્મિકજનોથી માંડીને મંદિરના મહંત દ્વારા પણ આવકારવામાં આવ્યુ હતુ અને જણાવાયુ હતુ કે પોરબંદર જિલ્લા દુધ ઉત્પાદક સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી અનુસંધાને આ પ્રકારનું વિશિષ્ટ જનજાગૃતિનું કામ થયુ હતુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળે તેવી આ પ્રવૃત્તિને સૌએ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભૂખ અને સ્વાદ બંને સંતોષશે મસાલેદાર જલાજીરા, જલ્દી નોટ કરી લો સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી
May 06, 2025 04:51 PMફ્લોલેસ મેકઅપ માટે આ રીતે સ્કિનને કરો તૈયાર, ફોલો કરો આ સ્ટેપ્સ
May 06, 2025 04:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech