જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા મંત્રીઓના જૂથ (જીઓએમ)એ ગઈકાલે ઠંડા પીણા, સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર ટેકસનો દર ૨૮ ટકાથી વધારીને ૩૫ ટકા કરવાની ભલામણ કરી હતી. જીએસટી કાઉન્સિલ ૨૧ ડિસેમ્બરે મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેશે. કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કરશે અને તેમાં રાયોના નાણાં પ્રધાનો પણ સામેલ હશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓના જૂથે ઘણી વસ્તુઓના દરોમાં ફેરફાર અંગેના અહેવાલને અંતિમ સ્વપ આપી દીધું છે. સૂત્રોનું કહેવું છે કે કુલ ૧૪૮ વસ્તુઓના દરમાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં રચાયેલા પ્રધાનોના જૂથ (જીઓએમ) એ પણ વક્રો પરના ટેકસના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના ચાર–સ્તરના ટેકસ સ્લેબ ચાલુ રહેશે અને જીઓએમ દ્રારા ૩૫ ટકાના નવા દરની દરખાસ્ત કરવામાં આવી છે. તમાકુ અને સંબંધિત ઉત્પાદનો અને મોંઘા પીણાં પર આ વિશેષ દર લાગુ કરવા માટે સહમતિ બની છે. આ સાથે જ જીઓએમએ ૧,૫૦૦ પિયા સુધીની કિંમતના રેડીમેડ કપડા પર પાંચ ટકા જીએસટી લાદવાનું કહ્યું છે. યારે ૧,૫૦૦ થી ૧૦,૦૦૦ પિયાની વચ્ચેની કિંમતના કપડાં પર ૧૮ ટકા ટેકસ લાગશે અને ૧૦,૦૦૦ પિયાથી વધુ કિંમતના કપડાં પર ૨૮ ટકા ટેકસ લાગશે.
જીએસટી વળતર ઉપકર પર રચાયેલ જીઓએમએ જીએસટી કાઉન્સિલ પાસેથી તેનો અહેવાલ સબમિટ કરવા માટે લગભગ છ મહિનાનો વધુ સમય માંગવાનો નિર્ણય કર્યેા છે. ગ્રૂપે ૩૧ ડિસેમ્બર સુધીમાં જીએસટી કાઉન્સિલને તેનો રિપોર્ટ સોંપવાનો હતો. નાણા રાય મંત્રી પંકજ ચૌધરીના નેતૃત્વમાં આ જીઓએમની રચના કરવામાં આવી હતી. તેમાં આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના સભ્યોનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech