છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધઘટ રહ્યા પછી આજે સવારથી આકાશમાંથી ભેજવાળા વાદળો ગાયબ થઈ ગયા છે અને તેના કારણે ઠંડીના પ્રમાણમાં જોરદાર વધારો થયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી છ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નીચે ઉતરી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી ફરી લઘુતમ તાપમાન વધશે અને તેના કારણે ઠંડી ઓછી થઈ જશે.
અમદાવાદ ડીસા અને ગાંધીનગરમાં આજે એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં છ ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં આજે 11.4 ડીસામાં 10.9 અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે પાંચ ડિગ્રીના ઘટાડા સાથે આજે વડોદરામાં 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે સુરતમાં એક ડિગ્રીના ફેરફાર સાથે આજે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે.
સૌરાષ્ટ્ર- કચ્છની વાત કરીએ તો નલિયામાં સામાન્ય ફેરફાર સાથે આજે લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 13.9 ભાવનગરમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 15.4 દ્વારકામાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 17.6 અને રાજકોટમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. અમરેલીમાં આજનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી છે જે ગઈકાલ કરતા દોઢ ડિગ્રી ઓછું છે.
ઓખા અને પોરબંદરના લઘુતમ તાપમાનમાં આજે ખાસ ફેરફાર જોવા મળ્યો નથી ઓખામાં ગઈકાલે 20.4 અને આજે 20.2 પોરબંદરમાં ગઈકાલે 15 અને આજે 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 14.9 અને ભવનાથ તળેટીમાં 12.9 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે. ગિરનાર પર્વત પર પવનની ગતિ વધુ હોવાના કારણે આજે રોપવે બંધ રાખવામાં આવ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન ની અસર ના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ ઉતરાખંડ અને હિમાલયન રિજીયનમાં વરસાદ તથા હિમવષર્િ ચાલુ છે. આગામી તારીખ 8 ના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે. પરંતુ તેની અસર ગુજરાત સુધી પહોંચે તેમ નથી અને તેના કારણે આવતીકાલથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલો વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech