હજુ આવતીકાલ સુધી વાતાવરણમાં ઠંડક રહેશે, પરંતુ ત્રણેક દિવસ કોલ્ડવેવની હવામાન ખાતાની આગાહીથી ખેડુતોમાં ચિંતા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ થઇ ગયું છે, 15 દિવસથી ઠંડીએ જોર પકડયું છે, ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને 30 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા હાલાર ઠંડુગાર બની ગયું છે. આજથી ત્રણેક દિવસ સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં હજુ પણ ઠંડીનો વાયરો ચાલી રહ્યો છે, લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. સવારના ખાનગી અને એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી છે, 2024ના વર્ષના આખરના દિવસોમાં પણ ઠંડીનું સામ્રાજય વધી જતાં લોકો ગરમ કપડામાં વિંટળાઇ ગયા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 14.2 ડીગ્રી, મહત્તમ તાપમાન 24.5 ડીગ્રી, હવામાં ભેજ 62 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 30 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
હવામાન ખાતુ જણાવે છે કે, જામનગર સહિત રાજયમાં ત્રણ-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની પુરી શકયતા છે જેને કારણે તંત્રને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે, ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
ગઇકાલે ભારે ઠંડીને કારણે જે રીતે ભીક્ષુકો હેરાન થયા હતાં તે જોતાં કેટલાક કાર્યકરોએ ભીડભંજન, ડીકેવી કોલેજ, સાતરસ્તા, પ્રદર્શન મેદાન ખાતે સુતેલા ભીક્ષુકોને ધાબળા અને શાલ અર્પણ કયર્િ હતાં,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech