રાજકોટ મહાનગરપાલિકા દ્રારા હાથ પર લેવામાં આવતા જુદાજુદા પ્રોજેકટસ લોકભોગ્ય બને તેમજ લયાંકિત લાભાર્થીઓને વધુ ને વધુ ઉપયોગી થઇ શકે અને પ્રોજેકટનો હેતુ ખરા અર્થમાં પરિપૂર્ણ થાય તેવા ઉમદા આશય સાથે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા દ્રારા આવકારદાયક એવી એક નવી પહેલ શ કરવામાં આવેલ છે. તેઓએ જે તે પ્રોજેકટના સ્ટેકહોલ્ડર્સ સાથે કન્સલ્ટેશન કરવાની પ્રણાલી અપનાવી છે, જેમાં સ્ટેકહોલ્ડર્સને પ્રોજેકટની પરેખા સમજાવ્યા બાદ તેઓના સલાહસૂચન મેળવવામાં આવે છે.
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આ નવી પહેલ અંગે જણાવ્યું હતું કે, યારે પણ રાજકોટ મહાનગરપાલિકા કોઈ પ્રોજેકટ હાથ પર લ્યે છે ત્યારે સામાન્યરીતે વહીવટી તત્રં એ પ્રોજેકટનું પોતાના દ્રષ્ટ્રિકોણથી આકલન કરે છે. જો કોઇપણ પ્રોજેકટને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવો હોય તો તેના સ્ટેકહોલ્ડર્સના વિચારો અને તેઓના સલાહસૂચનોથી વહીવટી તત્રં વાકેફ થાય તો પ્રોજેકટની સફળતા મહદ અંશે સુનિશ્ચિત કરી શકાય છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૭માં બનનાર સ્પોટર્સ કોમ્પ્લેકસ અનુસંધાને સ્પોટર્સ સાથે સંકળાયેલા નિષ્ણાતો, કોચ અને સ્પોટર્સપર્સન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં સ્ટેકહોલ્ડર્સ સમક્ષ જે તે પ્રોજેકટની પરેખા દર્શાવતું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પાસેથી સ્પોટર્સ કોમ્પ્લેક્ષ પ્રોજેકટ અંગે સલાહસૂચનો મેળવવામાં આવ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા સ્ટેકહોલ્ડર્સના વિચારો અને સૂચનો પૈકી અમલીકરણ માટે શકય હોય તે તમામને પ્રોજેકટમાં આવરી લેવામાં આવશે.
વોર્ડ નં ૧૭ માં પારડી રોડ ખાતે અધ્યતન સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવતા પૂર્વે તેમાં કઇ કઇ રમતોનો સમાવેશ કરવો અને આ કોમ્પ્લેકસ સમગ્રરીતે કેવું હોવું જોઈએ તે અંગે પરામર્શ પણ કરવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહી, પરંતુ આ મિટીંગ દરમિયાન ઉપસ્થિત એકસપર્ટ સાથે ચર્ચા કરી તેમની પાસે તેમના સુચનો મેળવી આ કોમ્પલેક્ષમાં જરી સુધારા કરવા કન્સલટન્ટ એજન્સીને સુચના પણ આપવામાં આવેલ છે. આ મિટીંગમાં કમિશનરશ્રી નાયબ કમિશનર ચેતન નંદાણી તથા એચ. આર. પટેલ, સિટી ઇજનેર અતુલ રાવલ, ઓ.એસ.ડી. કૌશિક ઉનાવા, સી.ઓ.ઓ. રાજદીપસિંહ જાડેજા, ડી.એસ,ડી,ઓ. રમાબેન તથા એથ્લેટીકસ–કિશોરભાઇ હાપલીયા, બેડમિન્ટન–જયદીપસિંહ સરવૈયા, સ્કેટિંગ–હર્ષભાઇ પુજારા, ફુટબોલ– અમિતભાઇ શિયાળીયા, કરાટે–જયભાઇ ચૈહાણ, ખોખો, કબ્બડી જેવી વિવિધ રમતોના અસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech