લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાતા ડીવાયએસપી દ્વારા તપાસ
જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસે આવેલુ મકાન પચાવી પાડનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ દાખલ થતા ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના મસીતીયા ગામમાં આસલાવાળી શેરી નં. ૧માં રહેતા અને ગેરેજના ધંધાર્થી યુસુફ જુસબભાઇ ખફી (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના હર્ષદમીલની ચાલી રોડ નિલકંઠનગરમાં રહેતા ગફાર જુમાભાઇ ખીરાની વિરુઘ્ધ ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪, (૩), ૫ (ગ) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીની રેવન્યુ સીટી સર્વે નં. ૧૨૫૧ વોર્ડ નં. ૧૩ સીટ નં. ૫૦૪, સીટી સર્વે નં. ૩૯૧/૯૩/૩ ક્ષેત્રફળ ૫૦ ચોમીનું મકાન જેની કિ. રુા. ૫.૪૦ લાખનું આરોપી ગફાર ખીરાએ ગેરકાયદે રીતે પચાવી પાડયુ હોય આથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જામનગરના શખ્સ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ઉપરોકત ફરીયાદ નોંધાતા ડીવાયએસપી વાઘેલા અને સ્ટાફ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બેડીના શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગની બે જુદી જુદી ફરીયાદ દાખલ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech