ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને અહીંની પીજીવીસીએલ કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કાજલબેન મગનભાઈ પરમાર નામના 26 વર્ષના મહિલા કર્મચારી શનિવારે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજા નામના એક આસામીના ઘરના બાકી લાઈટ બિલના રૂ. 6280 તથા તેના ભાઈ ખોડુભા બચુભા જાડેજાની વાડીનું લાઈટ બિલ રૂ. 3,954 બાકી હતું. જે બંને રકમ તેઓએ ભરપાઈ કરી ન હોવાથી નિયમ મુજબ તેઓનું કનેક્શન કાપવાની કામગીરી કરવા માટે શનિવારે તેઓ ગયા હતા.
આથી શનિવારે વીજ જોડાણ ડીસ્કનેક્શનની કામગીરી માટે કાજલબેન પરમાર તેમજ અન્ય સ્ટાફ ધર્મેન્દ્રસિંહના ઘરે ગયા હતા. આ દરમિયાન તેઓએ સર્વિસ ડીસ્કનેક્ટ નહીં કરવા દેવા બાબતે આરોપી ખોડુભા બચુભા જાડેજાએ મહિલા કર્મચારીને અપશબ્દો બોલી, તેણીના હાથનું બાવળું પકડીને ધક્કો માર્યો હતો. આટલું જ નહીં, આરોપી ખોડુભા જાડેજાએ "અહીંથી નીકળી જાવ નહીંતર તારું મોઢું રંગી નાખીશ"- તેવી ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે કાજલબેન પરમારની ફરિયાદ પરથી ખોડુભા બચુભા જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech