ગોંડલના મોવીયામાં બેંક કબજાવાળી મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરનાર શખસ સામે રાજકોટના બંધન બેંકના એરિયા મેનેજર દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે ફરિયાદના આધારે પોલીસે મોવીયા ગામે રહેતા શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રેલનગર પાસે ભારત પેટ્રોલ પંપ રોડ પર દેવતીર્થ-૧ માં રહેતા અને રાજકોટમાં માલવીયા ચોક પાસે આવેલી બંધન બેંકમાં એરિયા મેનેજર તરીકે એક વર્ષથી નોકરી કરનાર નિલેશભાઇ પ્રવિણચંદ્ર વ્યાસ(ઉ.વ ૪૨) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના મોવીયા ગામે રહેતા નટુભાઇ જીવાભાઇ ભલાળાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બંધન બેંકે મોવીયામાં રેવન્યુ સર્વે નં.૧૭ થી ૨૫ માં મળી કુલ પ્લોટ ૯ બેંકમા સિકયુરીટી પેટે રજુ કરી રૂ. ૪૭ લાખન લોન લીધી હતી.જયારે પ્લોટ નં. ૭ અને ૮ બેંકમાં રજુ કરી રૂ.૨૩ લાખની લોન લીધી હતી.જે લોન ગ્રાહકે ન ચૂકવતા બેંકે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આ બંને મિલકત પર કબજો મેળવ્યો હતો.બાદમાં તે મિલકત બેંકના કબજામાં છે.
ગત તા.૨૭/૯/૨૦૨૪ ના આ મિકલતની વીઝીટ કરી ત્યારે અહીં સ્થિતિ જેમની તેમ હતી.બાદમાં ફરિયાદી અને બેંકના અધિકારી દ્વારા તા.૩૦/૧૧/૨૦૨૪ ના ફરી અહીં વિઝીટ કરતા પ્લોટ નં.૭ અને ૮ માં આવેલા રહેણાંક મકાનમાં પાછળના ભાગે રસોડામાં સામાન પડયો હોય તેમજ પ્લોટ નં.૧૭ થી ૨૫ માં સ્કુલનું બાંધકામ આવેલું હોય તેમાં નકુચા તોડી સામાન રાખ્યો હતો.આ બાબતે તપાસ કરતા તેવામાં આરોપી નટુ ભાલાળા અહીં આવતા તેને પુછતા આ સમાન તેનો હોવાનો જણાવ્યું હતું.જેથી બેંકની કબજાવાળી મિકલતમાં બેંકની મંજુરી વગર પ્રવેશ કરવા અંગે એરિયા મેનેજર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જામસાહેબનો વડાપ્રધાનને પત્ર
May 07, 2025 12:55 PMઅલ્લુ અર્જુન અને આમિર વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ, કુછ તો હૈ...
May 07, 2025 12:47 PMસંજય દત્તની ઈચ્છા સાયરાબાનું સાથે લગ્ન કરવાની હતી
May 07, 2025 12:46 PMભારતે મુરીદકે પર 4, શકરગઢ પર 2 અને સિયાલકોટ પર 2 મિસાઇલ છોડી
May 07, 2025 12:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech